રાજકોટ: બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને રાજકોટમાં તારીખ 14 અને 15ના રોજ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં વાવાઝોડાની ઓછામાં ઓછી અસર થાય અને જો અસર થાય તો તાત્કાલિક રિકવર થાય તેમજ કોઈ જાનહાની ન થાય તે પ્રકારનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક મળી હતી. જેમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઇ હતી.
![કૃષિ પ્રધાન રાઘવજી પટેલે તૈયારીઓની કરી સમીક્ષા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-24-raghvaji-patel-bethak-avbb-7211518_12062023190213_1206f_1686576733_691.jpg)
સરકારની કેવા પ્રકારની તૈયારીઓ: આ અંગે રાજ્યના કૃષિ પ્રધાન અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની રાજકોટ જિલ્લામાં થનાર સંભવિત અસરને પગલે આગોતરું આયોજન કયા પ્રકારે કરવું, તેમજ જો વાવાઝોડું આવે તો લોકોને કયા પ્રકારે મદદ કરી શકાય, ત્યારબાદ વાવાઝોડા આવ્યા પછી પણ જે પરિસ્થિતિ સર્જાય અને તે પરિસ્થિતિમાં જનજીવન ફરી કાર્યરત થાય આ તમામ મુદ્દાઓની ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી.
વાવાઝોડા અને અતિવૃષ્ટિમાં વીજતંત્રને નુકસાન: કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વાવાઝોડું અને અતિવૃષ્ટિ થાય ત્યારે આ બધામાં સૌથી વધુ નુકસાન જો કોઈ વિભાગને થતું હોય તો તે વીજ તંત્રને થતું હોય છે. જેના માટે મેં સૌથી પહેલા PGVCLના એમડી સાથે આ અંગેની બેઠક યોજી હતી. તેમજ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. જ્યારે આ બેઠકમાં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે. તેમજ પીજીવીસીએલની જે તૈયારીઓ છે તેની સ્થિતિની સમીક્ષાઓ પણ કરવામાં આવી. જ્યારે મને સંતોષ થયો છે કે PGVCLની ટીમ દ્વારા ભૂતકાળમાં થયેલા અનુભવના આધારે બીપોર જોય વાવાઝોડા સામે લડવા માટેની તૈયારીઓ કરી લીધી છે. બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બીપોર જોય વાવાઝોડાને પગલે આગામી તારીખ 14 અને 15 જૂનના રોજ રાજકોટમાં શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.
વાવાઝોડાને પગલે આગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્રો દ્વારા જિલ્લામાં જે સગર્ભા મહિલાઓ છે અને તેમને જો ડીલેવરીનો સમય આવ્યો છે તો તેમને સૌથી પહેલા સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે લોકો કાચા મકાનમાં વસી રહ્યા છે તેમને પણ વહીવટી તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ તાત્કાલિક શેલ્ટર હોમમાં આશરો લઈ લે. આ સાથે જ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને એક બેઠક યોજવામાં આવી હતી અને આ સામાજિક સંસ્થાઓ થતી લોકોને વહેલામાં વહેલી મદદ મળી રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. - પ્રભવ જોશી, કલેકટર, રાજકોટ
નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર: રાજકોટ જિલ્લામાં 136 જેટલા ગામો છે તે નીચાણવાળા હોવાનું સામે આવ્યું છે. આ તમામ ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાઓમાં આવેલી સ્કૂલોના સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે તો તાત્કાલિક લોકોને આ સ્કૂલોમાં સ્થાન આપવામાં આવે, જેમાં 236 જેટલી અલગ અલગ સમાજની વાડીઓ છે અને 800 જેટલી સ્કૂલો છે આ તમામ લોકો સાથે બેઠક યોજીને તેમને સૂચનાઓ આપવામાં આવી છે.
- Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો
- Cyclone Biparjoy: સુરતના દરિયા કિનારે ફૂંકાયો ભારે પવન, 108ની ટીમ એલર્ટ, અધિકારીઓને હેડકવૉર્ટર ન છોડવા અપાઈ સુચના
- Cyclone Biparjoy : ગુજરાતમાં જોવા મળશે બિપરજોયની અસર, 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અને રાજ્યમાં વરસાદી માહોલ થશે : અંબાલાલ પટેલ