- રાજકોટમાં અન્ડર 19 ક્રિકેટરનો ડ્રગ્સ મામલો
- પુત્ર પૂર્વ પુત્રવધૂ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયાંઃ અલ્કાબેન
- 0.45 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું, બજાર કિંમત અંદાજીત રૂ.4500
રાજકોટઃ રાજકોટ(Rajkot)માં અન્ડર 19માં ક્રિકેટ(Cricketer) રમી ચૂકેલા યુવાને નશાન કારણે બે દિવસ પહેલા પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયો હતો. ત્યારબાદ તેની માતાએ મીડિયા સમક્ષ તમામ બાબતોનો ખુલાસો કર્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા આ મહિનાનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન મહિલા દ્વાર આપવામાં આવેલ વિવિધ ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકો પર પોલીસ દ્વારા દરોડા પડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રાતે રાજકોટ SOG (Special Operations Group) દ્વારા વધુ બે ઇસમનોને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કેથોનોના સમરૂપકો નામનું ડ્રગ્સ(drugs) મળી આવ્યું હતું.
કેથીનોના સમરૂપકો નામનું ડ્રગ્સ મળ્યું
રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન એરપોર્ટ ફાટકથી ભોમેશ્વર રોડ નજીકથી વાહન ચેકીંગ દરમ્યાન બે ઈસમોને કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી અંદાજીત 0.45 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું. તેની બજાર કિંમત અંદાજીત રૂ.4500 જેવી થવા પામી છે. જ્યારે આ ઈસમો વિરુદ્ધ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવનાર છે. રાજકોટમાં અન્ડર 19 ક્રિકેટરનો ડ્રગ્સ મામલો સામે આવતા પોલીસ દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પુત્ર નશાના રવાડે ચડ્યો હોવાની વાત સામે સવતા કાર્યવાહી
રાજકોટમાં રહેતાં અલ્કાબેન મનોજભાઇ અંબાસણાએ બે દિવસ પહેલા મીડિયામાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, પોતાનો પુત્ર આકાશ અને પૂર્વ પુત્રવધૂ અમી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયાં છે. જ્યારે આ તમામ બાબતોને તેમને પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને રાજકોટમાં ડ્રગ્સ સાથે જોડાયેલા લોકોના નામ પણ આપ્યા હતા. છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી. જો કે સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજકોટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. તેમજ વિવિધ સ્થળોએ ડ્રગ્સ લઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં Diwali માટેના ફટાકડાના સ્ટોલ માટે Fire NOC ની આટલી અરજીઓ આવી
આ પણ વાંચોઃ જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે