માહિતી પ્રમાણે, ગોંડલ ગોમંડળ ગૌરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ પરડવા અને બાબરાના ગજેન્દ્રભાઈ શેખવાને બાતમી મળી હતી કે, ગોંડલથી ત્રણ બળદને અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી તમણે મૌલિકભાઈ તેરૈયા, ધર્મેન્દ્રભાઈ બસિયા, હાર્દિકભાઈ ભટ્ટ તેમજ પોલીસને સાથે રાખી રામોદ પાસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન રામોદથી ત્રણ બળદ ભરી અમદાવાદ કતલખાને લઇ જતી યુટીલીટી જીપને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફિલ્મી ઢબે ભાગવા લાગતા તેનો પીછો કરી રોકી તલાશી લેતા તેમાંથી ત્રણ બળદ મળી આવતા ગજેન્દ્રભાઈ શેખાવત દ્વારા કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે ફરીયાદના આધારે યુટીલીટી ચાલક રમેશ ઉર્ફે ભગત ગેરૈયાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 2,71,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.