ETV Bharat / state

જેતપુરના હિરપરા શૈક્ષણિક સંકૂલમાં શરૂ કરાઇ કોવિડ હોસ્પિટલ - corona update

સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના મહમારીને ધ્યાનમાં રાખીને જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલા હિરપરા શૈક્ષણિક સંકૂલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

જેતપુરમાં હિરપરા શૈક્ષણિક સંકુલમાં શરૂ કરવામાં આવી કોવિડ હોસ્પિટલ

author img

By

Published : Apr 19, 2021, 10:37 PM IST

  • 5 ઓક્સિજન બેડ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ
  • કોવિડ હોસ્પિટલનું સંચાલન સિવિલ હોસ્પિટલ જેતપુર દ્વારા કરવામાં આવશે
  • જેતપુરની વસ્તી કરતા ઓછી ક્ષમતાવાળી હોસ્પિટલ શરૂ કરાઈ

રાજકોટઃ જિલ્લાના ઔદ્યોગિક શહેર જેતપુરમાં અંતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ કોવિડ હોસ્પિટલ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા હિરપરા શૈક્ષણિક સંકુલમાં શરૂઆત કરવામાં આવી છે. આ કોવિડ હોસ્પિટલનું સંચાલન જેતપુર સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. જેતપુર તેના સાડી ઉદ્યોગ માટે જગવિખ્યાત છે, ત્યારે જેતપુરમાં પરપ્રાંતિય મજૂરો પણ હજારોની સંખ્યામાં રહે છે. ત્યારે ફક્ત 5 ઓક્સિજન બેડ સાથે હોસ્પિટલ શરૂ કરતા લોકોમાં નિરાશા જોવા મળી હતી.

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લાના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે

જેતપુરના લોકોમાં ઓક્સિજન બેડ વધારવાની ઉઠી છે માગ

જેતપુરમાં લોકોને ઘર આંગણે એટલે કે જેતપુરમાં જ કોવિડ-19ની સારવાર મળી રહે તે માટે લોકમાગ ઉઠી છે. જેતપુરના લોકોની માગ છે કે, જેતપુરની કોવિડ હોસ્પિટલમાં જ લોકોને પૂરતા ઓક્સિજન બેડ મળી રહે, જેથી તેઓને આવા કપરા સમયમાં બહાર જવું ન પડે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.