મહિલાઓએ જણાવ્યું હતું કે અનેકવાર પોલીસને આ વિસ્તારમાં દેશી દારૂ મળે છે તેવી રજૂઆત કરી પણ હતી અને પોલીસ અહીં આવે પણ છે, પરંતુ, માત્ર હપ્તા લઇને જતી રહે છે. જનતાની સમસ્યાનું સમાધાન જ નથી થઇ રહ્યું, ત્યારે જાતે જ આ દેશી દારૂ વેચતા જગ્યા પર દરોડા પાડ્યાં હતાં અને આ ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.
મનસુખભાઇ કાલરિયાએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, યુનિવર્સિટી રોડ પર ઝૂપડપટ્ટીમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાય છે. સ્થાનિકોએ આ અંગે પોલીસને રજૂઆત કરી પરંતુ પોલીસ કોઇ પગલા લેવા તૈયાર નથી. જેના કારણે લોકોએ જનતા રેડ પાડી હતી. અહીંનાં લોકોનું કહેવું છે, 24 કલાક દેશી દારૂ વેંચાય રહ્યો છે. પોલીસ આવે છે અને હપ્તા લઇને જતા રહે છે. પરંતુ, આ દારૂનાં વેંચાણને બંધ કરવાની તસ્દી લેતા નથી. જો આ અંગે કડક કાયદા નહીં લેવામાં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.