- રાજકોટ મનપા માટે 6 જગ્યાએ મતગણતરી યોજાશે
- અધિકારીઓની નિમૂણક કરવામાં આવી
- જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા નિમૂણક કરાઇ
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે. ત્યારે આ ટર્મમાં રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એક ગોંડલ નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાઓમાં ચૂંટણીઓ યોજાનાર હોય જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના માટે અલગ અલગ અધિકારીઓની પણ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં મતગણતરી 6 સ્થળોએ થવાની પણ વાત સામે આવી રહી છે.
6 સ્થળોએ રાજકોટ મનપા માટે મતગણતરી થશે
આગામી દિવસોમાં રાજકોટ મનપાની ચૂંટણી યોજાવાની છે. જેના માટેની મતગણતરી 6 સ્થળોએ થવાની છે. ત્યારે તેના માટે વહીવટી તંત્ર દ્વારા રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર ત્યાર કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ 1 થી 3ના 184 મતદાન મથક માટે વીરબાઈ મહિલા કોલેજ, વોર્ડ 4 થી 6ના 140 મતદાન મથક માટે ચૌધરી હાઈસ્કૂલ, વોર્ડ 7 થી 9ના 174 મતદાન મથક માટે વિરાણી હાઈસ્કૂલ, વોર્ડ 10 થી 12ના 170 મતદાન મથક માટે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, વોર્ડ 13 થી 15ના 152 મતદાન મથક માટે પી.ડી.માલવીયા કોલેજ, વોર્ડ 16 થી 18ના 162 મતદાન મથક માટે રણછોડદાશજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે મતગણતરી થશે.
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા અધિકારીઓની નિમૂણક કરાઈ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત તેમજ એક ગોંડલ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સારી રીતે તૈયારીઓ ચાલી રહી છે. જેના માટે અલગ-અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણી માટે 6 અને જિલ્લા, તાલુકા પંચાયતના મળીને કુલ 22 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. હાલ ફોર્મ લેવાની પ્રક્રિયા પણ શરૂ છે, ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મનપા માટે 6 જગ્યાએ મતગણતરી યોજાશે - Rajkot Municipal Corporation election
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ત્યારે આ ટર્મમાં રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એક ગોંડલ નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓની નિમૂણક કરવામાં આવી છે.
કલેક્ટર રેમ્યા મોહન