- પોરબંદરમાં કોરોનાએ ફરી માથું ઉચકતા તંત્ર સતર્ક
- લોકોને કોરોનાથી સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી
- તંત્ર દ્વારા લોકોને વેક્સીનેસનની પ્રક્રિયા વધારાશે
પોરબંદર : કોરોનાને લઈને ગુજરાતમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે. કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે, ત્યારે પોરબંદરમાં પણ બાવન દિવસ બાદ કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેના કારણે તંત્ર દોડતું થયું છે અને લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં 27 વર્ષના યુવાનને આવ્યો કોરોના પોઝિટિવ
પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાંથી બહાર પાડવામાં આવતી મીડિયા યાદી મુજબ પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ 1,17,933 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી આજે થયેલા 315 ટેસ્ટમાંથી જીઇબી ઓફિસ પાછળ રહેતા 27 વર્ષનો યુવાન કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. જેના કારણે તેને ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલો એક 35 વર્ષના પુરુષ હોટેલમાં રોકાયેલ હતો. જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યાનું પણ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે, આંકડામાં હજુ વધારો થાય તેવી શકયતા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, બહારથી આવેલા લોકોના કારણે કોરોનાના કેસોમાં વધારો