રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ 16 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ પહેલા યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વધુ 16 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટીમાં ફફડાત ફેલાયો છે.
કુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી ખાતે વધુ 147 જેટલા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતા. જેમાંથી 16 જેટલા કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટીમાં ફફડાટ ફેલાયો છે.
જોકે કુલપતિ નીતિન પેથાણીની તબિયતમાં પહેલા કરતા સુધાર થતા તે પોતાના ઘરે 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન રહેશે. જ્યારે 16 જેટલા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા તેમને પણ હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોવોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા યુનિવર્સિટીમાં હાલ પૂરતો મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસે હવે યુનિવર્સિટીમાં પોતાનો કહેર વર્તાવતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.