- કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરાયું
- રાજકોટ વહીવટીતંત્ર દ્વારા પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું
- ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનનો પણ મહત્વનો ફાળો રહેશે
રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલ(Civil Hospital, Rajkot) નજીક આવેલ ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ(Chaudhary High School Ground)માં આ પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ(Construction of a portable hospital) કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ સમગ્ર હોસ્પિટલ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન(Indo-American Foundation) દ્વારા તૈયાર કરવામાં આવનાર છે. આ હોસ્પિટલ માટે જગ્યા તેમજ લાઇટની વ્યવસ્થા પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. જ્યારે બાકી તમામ વસ્તુઓ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ(Oxygen bed)ની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને હોસ્પિટલ હોય તેવી તમામ વ્યવસ્થાઓ આ પોર્ટેબલ હોસ્પિટલમાં જોવા મળશે. જેને ગણતરીનાં દિવસોમાં જ ઊભી કરી શકાય છે.
રાજકોટમાં પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ
પોર્ટેબલ હોસ્પિટલનાં નિર્માણને લઈને કલેકટર અરુણ મહેશ બાબુ(Collector Arun Mahesh Babu)એ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ પોર્ટેબલ હોસ્પિટલનું રાજકોટમાં નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ આ હોસ્પિટલને ડેમો ભાગ રૂપે તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે તેમાં કોરોનાનાં દર્દીઓને રાખવામાં આવશે. આ હોસ્પિટલની વિશેષતા એ છે કે જરૂર હોય ત્યાં સુધી જ તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ તેને ફરીથી રીમુવ પણ કરી શકાય છે. તેમજ એક અઠવાડિયાની અંદર આખી હોસ્પિટલનું નિર્માણ પણ થઈ જાય છે.
3.5 કરોડનાં ખર્ચે થશે નિર્માણ
પોર્ટેબલ હોસ્પિટલ માત્ર એક અઠવાડિયાની અંદર જ તૈયાર થઈ જાય છે. જ્યારે આ હોસ્પિટલમાં 100 જેટલા બેડ પણ રાખી શકાય છે અને તેમાં ઓક્સિજન બેડનો પણ સમાવેશ થાય છે. ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા માટે આ પ્રકારની હોસ્પિટલો અલગ-અલગ વિસ્તારમાં ઊભી કરી શકાય તે માટે રાજકોટ વહીવટીતંત્ર દ્વારા ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનની મદદથી પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે રૂપિયા 3.5 કરોડનાં ખર્ચે નિર્માણ થશે.
આ પણ વાંચો : Tourist Destination : દિવાળીના વેકેશનમાં કચ્છ બન્યુ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન
આ પણ વાંચો : સુરત છઠપૂજા : લોકો તૈયારી ન કરી શકે માટે કોઝવે બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો