ETV Bharat / state

રાજકોટ DEO કચેરી ખાતે કોંગ્રેસ-NSUIનો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ખાનગી શાળા-કોલેજોનો વાહનવેરો માફીની જાહેરાત કરવામાં આવી છે. જેના વિરોધના ભાગરૂપે રાજકોટ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણધીકારીની કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટ DEO કચેરીમાં કોંગ્રેસ-NSUIનો વિરોધ

author img

By

Published : Jan 6, 2021, 4:24 PM IST

  • રાજકોટ DEO કચેરીમાં કોંગ્રેસ- NSUIનો વિરોધ
  • સાયકલ સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
  • પોલીસે વિરોધ કરનારા તમામ કાર્યકર્તાઓની કરી અટકાયત

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ખાનગી શાળા-કોલેજોનો વાહનવેરો માફીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરોધના ભાગરૂપે રાજકોટ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લા શિક્ષણધીકારીની કચેરોએ પહોંચ્યા હતા. જ્યાં સાયકલ લઈને આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન NSUI અને કોંગી કાર્યકર્તાઓએ સાયકલ DEO કચેરીમાં લઈ વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે વિરોધ કરનાર તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

શાળા ફિમાં 25% માફીની લોલીપોપ આપીને મૂર્ખ બનાવ્યા

રાજ્ય-સરકાર દ્વારા કોરાનાકાળને લીધે સ્કૂલો-કોલેજો બંધ હોવાના કારણે વાહનવેરો માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે NSUI અને કોંગ્રેસ દ્વારા આ નિર્ણય વખોડી કાઢ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, કોરાના કાળે માત્ર ખાનગી શાળા-કોલેજોને નથી નડ્યો. રાજ્યના વાલીઓએ વિદ્યાર્થીઓની ફી માટે સરકારને આજીજી કરીને રજૂઆતો કરી પંરતુ સરકારે માત્ર 25% ફી માફીની લોલીપોપ આપીને મૂર્ખ બનાવ્યા છે.

રાજકોટ DEO કચેરીમાં કોંગ્રેસ-NSUIનો વિરોધ, સાયકલ રેલી સાથે રામધૂન બોલાવી

સરકાર દ્વારા લોકોને વેરામાફી કે સહાય નહી ?

કોરાનાકાળ વચ્ચે લોકો મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે. તમામ લોકોના પણ ધંધા રોજગાર ઠપ્પ છે. તો તેમને કેમ કોઈપણ જાતનો વેરામાફી કેમ નહી ? આજે પેટ્રોલ-ડીઝલના અને રાંધણગેસના ભાવ દીવસેને દિવસે વધી રહ્યા છે. શુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે એટલે સંચાલકોને રાજી કરવાનો નિર્ણય છે કે શુ ?? માત્ર સ્કૂલો-કોલેજો જ બંધ નથી પંરતુ સમ્રગ લોકોના ધંધારોજગાર પણ ઠપ્પ હતા છતા સરકાર દ્રારા આવો નિર્ણય લઇ અને રાજ્યના કરોડો વાલીઓને મૂર્ખ બનાવામાં આવ્યા છે.

DEO ઓફીસે કોંગ્રેસ- NSUIનો વિરોધ

NSUI અને કોંગ્રેસના આગેવાનો સાયકલો હંકારીને DEO કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. DEO ઓફીસની લોબીમા અંદર સાયકલ પહોંચાડીને રામધૂન બોલાવીને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કાર્યકરો દ્રારા આ નિર્ણયના વિરોધમા સુત્રોચ્ચાર અને રામધૂન બોલાવી વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટીળી કરી અટકાયત કરવામા આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.