રાજકોટ: કેન્દ્રીય ભાજપ સરકાર દ્વારા મહિલા અનામત બિલને સંસદમાં મૂકવામાં આવ્યું હતું. જેને મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. એવામાં મહિલા અનામત બિલ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રતિભા રઘુવંશીએ રાજકોટમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ તેમને મહિલા અનામત બિલને તાત્કાલિક લાગુ કરવાની પણ માંગણી કરી હતી. જેનો લાભ મહિલાઓને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મળી રહે.
"ભાજપને હર અમે જુઠ્ઠાણાને મોટું કરીને પ્રચાર કરવાની આદત રહી છે. આ પ્રકારનું જુઠાણું આપણે આગળ પણ જોયું છે અને ફરી એકવાર આ જ પ્રકારે મહિલા અનામત બિલને ભાજપ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ત્યારે અગાઉ ભાજપે દેશમાં બે કરોડ રોજગાર આપવાની વાત કરી હતી. 15 લાખ રૂપિયા બેંક ખાતામાં આપવાની વાત કરી હતી. જ્યારે બુલેટ ટ્રેન દેશભરમાં શરૂ થશે તેવી પણ વાત કરી હતી. એ જ પ્રકારે મહિલા અનામત બિલમાં પણ બે શરતો લગાવી આ બિલને રોકવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેના વિરોધ માટે અમે રાજકોટમાં આવ્યા છીએ."-- પ્રતિભા રઘુવંશી, (પ્રવક્તા, કોંગ્રેસ)
મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ કરવાની માંગ: પ્રતિભા રઘુવંશીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. કારણ કે આ બિલને આજની તારીખમાં લાગુ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. પરંતુ આ બિલને ઓબીસી રિઝર્વેશન વગર ક્યારેય લાગુ કરવામાં આવશે. તેની સમય મર્યાદા નક્કી કર્યા વગર જ મૂકવામાં આવ્યું છે. જેની સામે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જ્યારે આ મામલે કોંગ્રેસની માંગ છે કે મહિલા અનામત બિલને જાતિ ગુણના આધારે લાગુ કરવામાં આવે અને જે સમય મર્યાદા બાદ તેને લાગુ કરવામાં આવનાર છે તે દૂર કરવામાં આવે, જેના કારણે આગામી દિવસોમાં આવનાર વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને પોતાનો અધિકાર મળી રહે, પ્રિયંકા ગાંધી મામલે તેમણે જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી પાસે કોંગ્રેસમાં ખૂબ મોટી જવાબદારી છે. તેઓ હાલ કોંગ્રેસના મહામંત્રી છે, અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રભારી પણ છે.