રાજકોટ: ગોંડલ તાલુકાના રીબડા ગામે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ બબાલ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા રાજકોટ જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ગોઠવાઈ (District wide police deployed at Ribda and Gondal) ગઈ હતી. આ બનાવ બાદ રીબડા, ગુંદાસરા અને સડક પીપળિયા ગામના લોકો ગોંડલ માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને દોડી આવ્યા હતા.
આ પણ વાંચો સાબરમતી નદી પર બે ડેમને મંજૂરી આપતા લોકોએ આપી આંદોલનની ચીમકી
પોલીસ ફરિયાદ દાખલ: ગોંડલ તાલુકાના રિબડા ખાતે બબાલ સર્જાઈ હતી. બબાલ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા રાજકોટ જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ગોઠવાઈ ગઈ હતી. આ ઘટના બાબતે રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના યુવાને જણાવ્યું હતું કે મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદૂક રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ( Threatened To Kill Him In Election Rivalry) હતી. બંદૂકની નાળ ત્રણ-ચાર વખત છાતીમાં મારી ધાકધમકી આપવામાં આવી હતી. જેથી રીબડા સડક પીપળિયા અને ગુંદાસરા સહિતનાં ગામોના લોકોનું મોટું ટોળું સાંજના રજૂઆત કરવા માટે જયરાજસિંહ જાડેજાના ઘરે દોડી આવ્યું હતું. આ તકે ડીવાયએસપી ઝાલા સહિતનો બહોળી સંખ્યામાં પોલીસકાફલો પણ પહોંચ્યો હતો.
આ પણ વાંચો રાજકોટમાં પુત્રના મૃત્યુ બાદ માતાએ દોઢ જ કલાકમાં જીવન ટૂંકાવ્યું
રીબડા ગામે રહેતા અમિત ખુંટે માજી ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના દીકરા અને તેના પૌત્ર સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાવી (FIR Registered Against Anirudh Singh And His Son) છે. ફરિયાદી અમિત ખુંટનું કહેવું છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં મત આપવાનું મને કહ્યું હતું. જે કામ ના કર્યું હોવાથી તે બાબતનો ખાર રાખી મારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી (amit Threatened To Kill Him In Election Rivalry) છે. આ બાબતે પોલીસે ફરિયાદના આધારે રાજદીપસિંહ જાડેજા, સત્યજિતસિંહ જાડેજા, દાઢી બાપુનો દીકરો લાલભાઈ, અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, જીજી બાપુના દીકરા ટીનુભા જાડેજા, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો (FIR Registered Against Anirudh Singh And His Son) છે. જેમાં પોલીસે 323, 506(2), 114, 341, 504 આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે હોવાની પણ વિગતો સામે આવી છે.
સ્થાનિકોના ગંભીર આરોપ: રીબડા અને ગોંડલ જુથ વચ્ચે છેલ્લા ઘણા ચાલતી બબાલ અંગે રીબડા ગામના ખેડૂત, ગામના યુવાન, ગામના અગ્રણીઓ અને આગેવાનો દ્વારા રીબડાની પરિસ્થિતિ અંગેની પણ મીડિયા સમક્ષ વાત કરી હતી. જેમાં તેઓને અનિરુદ્ધસિંહ જાડેજા તરફથી હેરાનગતિ અને ત્રાસ આપવામાં આવતા હોવાની પણ રીબડાના સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ વાત કરી છે. ગોંડલ અને રીબડાની ચાલતી બબાલને લઈને જયરાજસિંહ જાડેજાએ બોલાવેલી પત્રકાર પરિષદની અંદર તેમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 22 ડિસેમ્બરના રોજ તેઓ રીબડા ખાતે જશે અને એક સંમેલન યોજશે અને આ પ્રકારોની થતી બાબાલો અને સમસ્યાઓનો અંત લાવવા માટેનો પ્રયત્ન કરશે તેવું પણ જણાવ્યું છે.