કાગવડ ના ખોડલધામ મંદિરે દિપાવલીના તહેવાર નિમીતે રંગબેરંગી સજાવટ સાથે દર્શનાર્થીઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે સ્વયં સેવકોની ફોજ તૈનાત કરાઈ છે.
કાગવડ ખોડલધામ મંદિરે દિપાવલીના પર્વ તહેવાર નિમીતે ‘માં ખોડલ’ના વિશીષ્ટ અદ્ભુત શણગાર સજાવવામાં આવ્યા છે. ત્યારે મંદિરના પંટાગણમાં તમામ બિલ્ડીંગોમાં રંગબેરંગી રોશનીથી શણગાવવામાં આવેલ છે. દુર દુરથી પધારેલ દર્શનાર્થીઓ‘માં ખોડલ’ના દર્શન શાંતીથી કરી શકે તે માટે 5000થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. જ્યારે દર્શનાર્થીઓને કંઇ અગવડ ન થાય તે માટે દરરોજના અંદાજીત 15000 વધુ પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવેલ છે.