ETV Bharat / state

રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ, સારવાર લેવા માટે સિવિલ છેલ્લો નહિ, પરંતુ પહેલો ઓપ્સન હોવો જોઈએ

author img

By

Published : May 5, 2021, 2:22 PM IST

મૂળ સિરસાના રાજસ્થાન અને રાજકોટને છેલ્લા 22 વર્ષથી કર્મભૂમિ બનાવી ચૂકેલા મૂળ રાજસ્થાનના દંપતીને કોરોના થયા બાદ છેલ્લા ઓપશન તરીકે સિવિલમાં દાખલ થવું પડ્યું હતું. સમરસ ખાતે 14 દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલ છેલ્લો નહીં, પરંતુ પહેલો ઓપશન હોવો જોઈએ. તેવી સિવિલની છાપ સાથે સ્વસ્થ થઈ ઘરે પાછા જતી વેળાએ દરેકે ખાનગી દવાખાનામાં સારવારના બદલે સિવિલ ખાતે સારવાર લેવી જોઈએ, તેવો મારવાડી પરિવારે અનુરોધ કર્યો હતો.

રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ
રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ
  • અંજનાબેનને પણ કોરોના થયો, સારવારથી સંતુષ્ઠ માન્યો હતો
  • સારવાર્થે સમરસ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા હતા
  • સારવાર અને કમ્યુનિકેશનનો રિસ્પોન્સ પણ સારો મળ્યો હતો

રાજકોટઃ 78 વર્ષીય પવનભાઈ બિયાની આજી વસાહતમાં મશીન ટુલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. 15 એપ્રિલના રોજ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બીજા દિવસે તેમના પત્ની અંજનાબેનને પણ કોરોના થયો હતો. ઓક્સિજન લેવલ ઘટતા ખાનગી હોસ્પિટલમાં બેડ મળવાની શક્યતા નહિવત હોવાનું માલુમ પડતા બન્ને સિવિલમાં દાખલ થયા. અહીથી તેમને સારવાર્થે સમરસ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા હતા. જ્યા ડોક્ટર્સની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ઉપરાંત વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી. તેઓ સારવારથી સંતુષ્ઠ પણ થયા હતા.

રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ
રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ

આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણની સાથે રિકવરી રેટ પણ વધ્યો, સાજા થયેલા દર્દીઓએ આપી પ્રતિક્રિયા

સરકારી તંત્ર દ્વારા સિસ્ટમેટિક કામગીરી અને પોઝિટિવ એપ્રોચથી અમે લોકો સાજા થયા છીએ

પવનભાઈ જણાવે છે કે, મે મારી ઝીંદગીમાં આટલી સારી સારવાર જોઈ નથી. સમગ્ર સ્ટાફે અમારો ખુબ ખ્યાલ રાખ્યો હતો. સરકારી તંત્ર દ્વારા સિસ્ટેમેટિક કામગીરી અને પોઝિટિવ એપ્રોચથી અમે લોકો સાજા થયા છે. તેમના પત્નિ અંજનાબેન રજા લેતી વેળાએ ખુબ જ ભાવુક બની બધાનો આભાર માનતા જણાવ્યું હતું કે, “મેરે પાસ શબ્દ નહિ હે, ઈન લોગોને જિસ તરહ પ્રેમ ભાવસે સારવાર કી હૈ, ધન્યવાદ શબ્દ છોટા હે ઈન લોકો કે લિયે...”. હું મોતના મુખમાંથી બહાર નીકળી છું. અહીં સુવિધાઓ, સ્ટાફની લાગણી, ફીઝિયોથેરાપીસ્ટ, ડોક્ટર્સ બધાએ પરિવારની ભાવના સાથે મદદરૂપ બની અમને નવું જીવન આપ્યું છે.

રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ
રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ

સિવિલ એ છેલ્લો નહિ પરંતુ પહેલો ઓપ્સન હોવો જોઈએ

પવનભાઈ બિયાનીના પુત્રવધુ સ્વાતિ બિયાની વધુમાં જણાવ્યું હતું કે, અહીં જે સારવાર અને કમ્યુનિકેશનનો રિસ્પોન્સ અમને મળ્યો છે. તે અમે કલ્પનામાં પણ વિચાર્યો ન હોય તેવો હતો. અહીં દર્દીને એકપણ મિનિટ માટે ઓક્સિજન કે ઇન્જેક્શનની કમી પાડવા દીધી નથી. સ્વાતિબેને વધુમાં જણાવ્યું હતું કે, અમે રાત્રે 11 ક્લાકે દર્દીની તબિયત અંગે ડોક્ટરને પર્સનલી ફોન કરી પૂછીએ તો પણ યોગ્ય જવાબ અમને મળ્યા છે.

રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ
રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ

આ પણ વાંચોઃ પરિવાર હો સાથ તો હર મુશ્કિલ હો પાર - 22 સભ્યોના પરિવારે આપી કોરોનાને માત

રાજ્યના મુખ્યપ્રધાન અને સૌ અધિકારીઓ અને ડોક્ટર્સનો આભાર માન્યો

ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન અને ઓક્સિજન માટે દર્દીના પરિવારે મહેનત કરવી પડે છે, જયારે અમને અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવા માટે જણાવાયું નથી અને તે પણ એકપણ રૂપિયો લીધા વગર. રાજ્યના મુખ્યપ્રધાન અને સૌ અધિકારીઓ અને ડોક્ટર્સનો આભાર માની રાજસ્થાની પરિવાર ગુજરાતમાં મળેલી ઉત્તમ સારવારથી ધન્યતાની લાગણી અનુભવતા ઉમેરે છે કે, સિવિલ એ છેલ્લો નહિ પરંતુ પહેલો ઓપ્સન હોવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.