ETV Bharat / state

ભાવનગર ડિવિઝનમાં ચાલતી ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર, સાંસદ રમેશ ધડૂકે જેતલસર જંકશન રેલવે સ્ટેશનથી ટ્રેનને આપી લીલી ઝંડી - ભારતીય રેલવે વિભાગ

ભારતીય રેલવે વિભાગના ભાવનગર ડિવિઝનમાં ચાલતી ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર સાંસદે રમેશ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી છે. જાણો કઈ ટ્રેનોનો રૂટ બદલાયો ?

ભાવનગર ડિવિઝનમાં ચાલતી ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 12:03 PM IST

Updated : Dec 17, 2023, 12:51 PM IST

ભાવનગર ડિવિઝનમાં ચાલતી ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર

રાજકોટ: રેલવે મંત્રાલયના આદેશ મુજબ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી લંબાવવામાં આવી છે અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી વાયા જેતલસર ડાયવર્ઝન 16 ડિસેમ્બર 2023થી કરવામાં આવ્યું છે. પોરબંદર સાંસદ રમેશ ધડૂકે જેતલસર જંકશન રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સાંસદ રમેશ ધડૂકે જેતલસર જંકશન રેલવે સ્ટેશનથી ટ્રેનને આપી લીલી ઝંડી

ભાવનગર ડિવિઝનના સીનિયર વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 4:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:30 કલાકે વેરાવળ પહોંચશે. બદલામાં ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ 14:40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 22:05 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિંહોર, ધોળા, ઢસા, લાઠી, ખીજડીયા, ચિતલ, લુણીધાર, કુકાવાવ, ખાખરીયા, વડીયા દેવળી, વાવડી, જેતપુર, જેતલસર, જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
  • ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 7.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. બદલામાં ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 15:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, જેતપુર, વડીયા દેવળી, ખાખરીયા, કુંકાવાવ, લુણીધાર, ચીતલ, ખીજડીયા, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.
  • ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ ડેઇલી એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05:45 કલાકે ઉપડશે અને 10:30 કલાકે રાજકોટ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ દરરોજ 16:10 કલાકે રાજકોટથી ઉપડશે અને 21:20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે.

રેલ્વે પ્લેટફોર્મની સમસ્યા યથાવત:

સાંસદ રમેશ ધડુકે રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નોના સોલ્યુશન થઈ ચૂક્યા હોવાની વાત કરી હતી. રેલવેના અને મુસાફરોની માંગણીઓ, પ્રશ્નોને લઈને મીડિયાએ સવાલ કર્યો હતો કે રાજકોટના ઉપલેટામાં રેલ્વે પ્લેટફોર્મની સમસ્યાને લઈને લાંબા અંતરની ટ્રેનના છ જેટલા કોચ પ્લેટફોર્મની બહાર રહે છે જેમાં ત્રણ જેટલા કોચ રિઝર્વેશન કોચ છે. આ સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તે અંગે સવાલ કરતા ટૂંક સમયમાં જ નિરાકરણ આવશે તેવું ફરી વખત આશ્વાસન મળ્યું છે.

ઉપલેટામાં લાંબા અંતરની ટ્રેન આવે છે તે ટ્રેનના છ જેટલા કોચ પ્લેટફોર્મની બહાર રહે છે જેમાં ઘણી વખત અકસ્માતો પણ સર્જાઇ ચૂક્યા છે. આ સમસ્યાઓની બાબતે ફરિયાદો, રજૂઆતો તેમજ માંગણીઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ સાંસદ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ અંગેની માંગણીઓ નથી આવી. ત્યારે છેલ્લા ઘણા સમયથી સમસ્યાનું નિરાકરણ ન લાવવામાં આવતું હોય તો મુસાફરોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેને લઈને મુસાફરોનો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સાંસદની ચૂંટણી પહેલા સાંસદ કાર્યરત થાય છે કે પછી લોકોની માંગણીઓ, રજૂઆતો, જરૂરિયાતો અને ફરિયાદો હજુ પણ ટલ્લે ચડે છે તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે.

  1. યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ભારતીય રેલવેએ કર્યો આ ત્રણ ટ્રેનના રુટમાં ફેરફાર, મુસાફરોની વર્ષો જૂની માંગ હજુ યથાવત
  2. દેશના પ્રથમ બુલેટ ટ્રેનના મોર્ડન રેલવે સ્ટેશન સાબરમતીનો પ્રથમ વીડિયો જાહેર થયો

Last Updated : Dec 17, 2023, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.