રાજકોટઃ વર્તમાન સમયમાં દલિત પર અત્યાચાર (Atrocities on Dalit)અટકાવવા માટે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવતા હોય છે. પરંતુ જાણે દલિત પર અત્યાચાર થમવાનું નામ જ ન લેતા હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી રહેતી હોય છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં રૂપાવટી ગામમાં આવી એક દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. જેમાં રૂપાવટી (Caste based crimes gujarat) ગ્રામ પંચાયતના દલિત મહિલા સદસ્યના પતિ પર હુમલો થયો (Dalit Atrocities Act )હોવાની એક ઘટના સામે આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં મુખ્યપ્રધાન-પ્રદેશ પ્રમુખે દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ કરી
ગ્રાન્ટ વિશે પૂછપરછ કરતા હુમલો કરાયો - ગત તારીખ 20 એપ્રિલના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રૂપાવટી ગામમાં જ આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ પંચાયતના દલિત મહિલા સદસ્યના પતિ રમેશ સાદીયા જણાવ્યા મુજબ તેમના (Recent Dalit atrocities )દ્વારા તલાટી મંત્રીને અનુસૂચિત જાતિ અંગેની ગ્રાન્ટ વિશે પૂછી(Grant for Scheduled Castes) રહ્યા હતા. આ દરમિયાન બીજા ઘણા શખ્સો પણ ત્યાં હાજર હતા. જે દરમિયાન અમુક કથિત માથાભારે શખ્સો દ્વારા દલિત મહિલા સદસ્યના પતિ રમેશ સાદીયા ઉપર હુમલો કરી દીધો હતો અને તેમને મૂઢમાર માર્યો હતો તેમજ ત્યાં હાજર રહેલા એક વ્યક્તિનો મોબાઈલ પણ કથિત માથાભારે શખ્સો દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ પાલનપુરમાં દલિત યુવકે સાફા સાથે કાઢ્યો વરઘોડો, અસામાજીક તત્વોને ન પચતાં કર્યો પથરાવ
દલિત સમાજમાં રોષ - સમગ્ર ઘટના બાદ રમેશ સાદીયાને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે જેતપુર તાલુકા પોલીસમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટના બાદ રૂપાવટી ગ્રામ પંચાયતના દલિત મહિલા સદસ્યના પતિ રમેશ સાદીયાને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ વિજય વાળા, રવી વાળા તેમજ શત્રુ વાળા સામે ઇ.પી.કો. કલમ 323, 504, 506(2), 427, 114 તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(R)(S), 3(2)(5-A) મુજબનો ગુનો દાખલ કરેલ છે.