રાજકોટમાં યાજાયેલાં રોજગાર ભરતી મેળાના ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ પ્રધાન હાજર રહ્યાં હતા. તેમણે વિદ્યાર્થીઓને રોજગાર મેળાની અંગે વિગતો આપી રોજગાર માટે સક્ષમ થવા માટેની શીખામણ આપી હતી.
કાર્યક્રમ બાદ પત્રકારો સાથે તેમણે રોજગાર મેળાના વખાણ કરીને સરકારની કામગીરીને વધાવી હતી. ત્યારબાદ ખેડૂતો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આ વખતે મગફળીના ભાવમાં સારો એવો વધારો થયો છે. જેનાથી ખેડૂતો ફાયદો થશે. રહી વાત ટેકાના ભાવની તો તેની સરકાર ખેડૂતોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. જે તેમના હિતમાં હશે.
વધતાં ડુંગળીના ભાવ અંગે જણાવ્યું હતું કે, "અતિવૃષ્ટિના કારણે ડુંગળીના ભાવ વધ્યાં છે. જેને કાબૂમાં લેવામાં સરકાર પૂરતાં પ્રયત્નો કરી રહી છે. "
ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે વધતાં ડુંગળીના ભાવના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી કેબિનેટ પ્રધાન તંત્રનો વિરોધ કરતાં જોવા મળ્યો હતો.
આમ, રોજગાર મેળામાં હાજર રહેલાં કેબિનેટ પ્રધાન તંત્રની કામગીરીને ખેડૂતો તરફી ગણાવીને સરકારનો બચાવ કરતાં જોવા મળ્યા હતાં.