રાજકોટઃ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ઝાડીમાંથી એક અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા (two land half year old girl Body found in Rajkot) ચકચાર પામી જવા છે. જ્યારે આ બાળકી છેલ્લા ત્રણ દિવસથી ગુમ હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બાળકીનો મૃતદેહ મળી આવતા રાજકોટની આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાળકીના મૃતદેહને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં (rajkot civil hospital) ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, આ બાળકી કોણ છે તેમજ તેના પરિવારજનો કોણ છે તે સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: માછલી પકડવાની નાયલોન દોરીને ચાઈનીઝ દોરીનું નામ આપ્યુ
છેલ્લા ત્રણ દિવસથી બાળકી અને તેના પિતા ગુમ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બાળકી અને તેના પિતા ત્રણ દિવસથી ગુમ (Rajkot father and daughter missing) હતા. જ્યારે આજે આ બાળકીનો મૃતદેહ રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાંથી ઝાડીઓ માંથી મળી આવ્યો છે. જેને લઈને પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ મૂળ પરિવાર ઉત્તર પ્રદેશનો પણ હોવાનું રચાય રહ્યું છે. તેમજ આ બાળકીની હત્યા (Rajkot baby girl murder) કરાઈ હોવાનું પણ વાત સામે આવી રહી છે. જોકે આ સમગ્ર મામલે પીએમ રિપોર્ટ બાદ જ અનેક ખુલાસા થઈ શકશે. બાળકીનો મૃતદેહ મળી આવવાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચો: તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું
હત્યા કરવામાં આવી હોવાની આશંકા : અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ ઘટનામાં એવી પણ વાત સામે આવી રહી છે કે આ બાળકી સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોઈ શકે છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. જોકે હાલ માત્ર શંકા જ સેવાઇ રહી છે. આ બાળકીના મૃતદેહને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પીએમ શરૂ કરવામાં આવ્યું છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આજે સમગ્ર મામલે હકીકત છે સામે આવશે.