ગોંડલના નવા માર્કેટ યાર્ડ ખાતે સ્વર્ગસ્થ સંજયભાઈ ભાદાણીની તૃતિય પુણ્યતિથિ નિમિતે યોજાયેલ આ મહારક્તદાન કેમ્પમાં કેબીનેટ પ્રધાન જયેશભાઈ રાદડીયા, કુંવરજી બાવળીયા, પોરબંદર સાંસદ રમેશ ધડુક, પૂર્વ DIG વણઝારા ઉપરાંત સાધુસંતો, રાજકીય સામાજિક આગેવાનો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ગ્રુપ દ્વારા તાજેતરમાં જ ચેરીટેબલ ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. ત્યારે આ ગ્રુપ દ્વારા આ પહેલા પણ અંગદાન, રક્તદાન જેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રક્તદાન કેમ્પમાં 2810 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવી હતી. જેમાંથી 1020 બોટલો સૌરાષ્ટ્રભરમાં દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યુ હતુ. આજના આ મહારક્તદાન કેમ્પમાં 14 જેટલી બ્લડ બેન્કો દ્વારા સેવા આપવામાં આવી હતી અને 5128 બોટલ કરતા વધુ રક્તની બોટલો એકઠી કરવામાં આવી હતી.
ત્યારે આ મહારક્તદાન કેમ્પમાં એકઠુ કરવામાં આવેલ રેકોર્ડ બ્રેક રક્ત અમદાવાદથી લઈને પોરબંદર સુધીના તમામ જરૂરીયાત મંદ દર્દીઓને પૂરૂ પાડવામાં આવશે તેવુ ટ્રસ્ટના સંચાલક નિખિલભાઈ દોંગા દ્વારા વધુમાં જણાવ્યુ હતુ.