રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દેશમાં તમામ નાનામોટા પક્ષો પોત પોતાની પાર્ટીના પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. જેને લઈને રાજકોટ શહેર જિલ્લા ભાજપ દ્વારા શહેરના 150ફૂટ રિંગ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં વિજય સંમેલન કાર્યક્રમયોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપનાનેતાઓ તેમજ ધારાસભ્ય સહિતવર્તમાન સાંસદ અને ભાજપના રાજકોટની લોકસભાની બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટની લોકસભાની બેઠક પર ફરી એક વખત બહુમતીથી મોહન કુંડારિયાને જીતાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.