રાજકોટ: શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આજે માઈક્રો ડોનેશન અંતર્ગત કાર્યક્રમ(Micro Donation Program in Rajkot ) યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપિકાબહેન સરડવા આવ્યા હતા. જેમને તાજેતરમાં જ રાજકોટ જિલ્લા ભાજપના મહિલા (Rajkot BJP Mahila Morcha )નેતા દ્વારા આપવામાં આવેલ રાજીનામાં અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.
જસદણ મામલો મારા સુધી પહોંચ્યો નથી
રાજકોટમાં મહિલા મોરચાના કાર્યક્રમમાં આવેલ મહિલા પ્રમુખ ડૉ. દીપિકાએ જસદણ તાલુકા પ્રમુખ સોનલબહેન વાસાણીના રાજીનામાં અંગે જણાવ્યું હતું કે આંતરિક રૂપમાં જો પરિવારનો કોઈ પણ નાના મોટો ઝઘડો હોય તો તે (BJP Mahila Morcha president's statement)સંવાદ કરવાથી પૂરો થાય છે. જસદણ મામલાની કોઈપણ ફરિયાદ મારા સુધી પોહચી નથી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા ભાજપમાં જસદણ ખાતે મહિલા નેતા દ્વારા રાજીનામું આપવું મામલે જિલ્લા ભાજપમાં ગરમાવો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ સરકારની મીઠી નજર હેઠળ અધિકારીઓ બેફામ : લલિત વસોયા
મીડિયા સુધી સાચી વાત પહોંચી નથી: મહિલા અધ્યક્ષ
રાજકોટમાં મહિલા મોરચાના કાર્યક્રમ હાજરી આપવા આવેલા ડૉ. દીપિકાએ વધુમાં જણાવ્યું હતું કે ક્યારેક મીડિયા સુધી સાચી વાત પહોંચતી નથી. પરિવારમાં નાના મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે પરંતુ અમે બધા પક્ષની સાથે જ છીએ. આમ જસદણ તાલુકાના ભાજપ મહિલા નેતા દ્વારા રાજીનામું આપ્યાની વાત અંગે મહિલા પ્રમુખ દ્વારા વાત ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે ડૉ.દીપિકા માઈક્રો ડોનેશન કાર્યક્રમ અંતર્ગત હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ Mahesh Sakhiya Statement Taken : રાજકોટ સીપી નાણાંવસૂલી મામલામાં મહેશ સખીયાનું નિવેદન લેવાયું, કોણે લીધું જાણો