સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે ઉમેદવારો પોતાની જીત માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં ઉમેદવારો મંદિર સુધી દેવી-દેવતાઓના આર્શીવાદ લેવા દોડી જતા પણ જોવા મળ્યા છે. રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયા કાગવડ ખાતે આવેલા ખોડલમાતાના દર્શને આવ્યાં હતાં.
મોહન કુંડારીયાએ ખોડલમાતાના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાની જીતની પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે, ચૂંટણી સમયે ચાલી રહેલા નેતાઓના વાણીવિલાસને પાર્ટી સાથે કોઈ નિસ્બત નથી. એ તો જે-તે નેતાઓનો વ્યક્તિગત સ્વભાવ ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ હંમેશા મીડિયા અને લોકોનું સન્માન કરે છે.