- રાજ્યસભાની ભાજપની ખાલી પડેલી 2 સીટ માટે નામ કર્યા જાહેર
- રાજકોટના રામભાઈ મોકરિયાનું નામ જાહેર
- રામભાઈ મોકરિયા Avbp કાર્યકર્તા
રાજકોટ: ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો પર બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બંને બેઠકો પર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની બે બેઠકો પર દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાનું નામ જાહેર કર્યું છે.

રામભાઇ મૂળ પોરબંદરના છે
રામભાઈ મોકરિયા Avbp કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં કાર્યરત છે. તેઓ મારુતિ કુરિયરના મલિક છે અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.