ETV Bharat / state

ગોંડલમાં ઉભેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા બિહારી યુવકનું મોત

ગોંડલ શહેરમાં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ગોંડલના ગુંદાળા રોડ પર 12 દિવસમાં અકસ્માતમાં 5ના મોત થઈ ચૂક્યા છે. ગોંડલ તાલુકાના અનિડા પાસે બંધ ટ્રક પાછળ બાઈક ટકરાતા બિહારી શ્રમિક યુવકનું મોત થયું હતું.

રાજકોટના ગોંડલમાં બાઈક ટ્રકમાં ઘૂસી જતા બિહારી યુવકનું મોત

author img

By

Published : Oct 27, 2020, 8:26 PM IST

  • ગોંડલમાં ટ્રકની પાછળ બાઈક ટકરાતા યુવકનું મોત
  • ગુંદાળા રોડ પર 12 દિવસમાં 5 લોકોના થયા મોત
  • યુવક કોટન કંપનીમાં મજૂરી કામ કરતો હતો

રાજકોટઃ ગોંડલ શહેરથી ગુંદાળા અનિડા જતો રોડ અકસ્માત માટે કુખ્યાત બન્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 4 લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત અહીં સર્જાયો છે, જેમાં એક યુવકની બાઈક ઊભી રહેલી ટ્રકની પાછળ ટકરાતા બિહારી યુવકનું મોત થયું હતું. રિદ્ધિ સિદ્ધિ કોટન પ્રા.લિ. કારખાનામાં મજૂરી કામ કરતો અને મૂળ બિહારનો યુવક દિપક વિરેન્દ્રભાઈ રામ (ઉં.વ.21) સાંજે બાઈક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન અનિડા ગામ પાસે પુષ્કર વેર હાઉસ પાસે બંધ ઊભેલા ટ્રક પાછળ તેની બાઈક ધડાકાભેર ટ્રકને ભટકાઈ હતી. આથી યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.