રાજકોટ : ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર વિભાગના રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે આ નવું કાર્યાલય નિર્માણ પામશે. જેમાં કુલ 1913 ચો.મી.વિસ્તારમાં કાર્યાલય બનશે, જેમાં કુલ 5100 ચો.મી.જેટલું આર.સી.સી.નું ભૂકંપ પ્રુફ બાંધકામ હશે. કાર્યાલયમાં સેલર, 3 માળનું બાંધકામ, સેલર પાર્કિંગ અને સ્ટોરરૂમ હશે. જ્યારે આગામી દોઢ વર્ષના સમયગાળામાં કાર્યાલયનું બાંધકામ પૂર્ણ થવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.