ધોરાજીને આજદિન સુધી મગફળી અને કપાસનો પાક વિમો મળ્યો નથી. જેના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. જેના કારણે આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાના ખેડૂતોને મગફળી અને કપાસનો પાક વિમા મળ્યો નથી. તેમજ આ વિસ્તારના ખેડુતો અનેક સમસ્યાથી ત્રસ્ત છે. આ અંગે આજરોજ ભારતીય કિસાન સંઘે સુત્રોચ્ચાર સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. આ સાથે પશુઓ માટે ઘાસચારો, જુના ચેકડેમ ઉંડા કરવા, રીપેરીંગ કરવા તથા નવા ચેકડેમની મંજુરી આપવી વગેરે માગણી કરી હતી. યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.