રાજકોટ: તારીખ 1 અને 2 જૂનના રોજ બાઘેશ્વર ધામના પીઠાધેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. અલગ અલગ સમાજના સભ્યો દ્વારા રાજકોટમાં યોજાનાર બાગેશ્વર બાબાના કાર્યક્રમને સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુરૂવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ સાથે બેઠક યોજમજી હતી અને તેમને સમર્થન આપ્યું હતું. હવે તેજાબી વક્તા એવા કાજલ હિંદુસ્તાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિને સમર્થનઃ અહીંયા સ્વયંસેવકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી તેમજ રાજકોટના ધારાસભ્યો સહિતના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિમાં જ કાજલ હિન્દુસ્તાનીએ પોતાનું તેજાબી વ્યક્તવ્ય રજૂ કર્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોતી હતી કે, અમારા ગુજરાતમાં ક્યારે બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન થાય.
ભારે ઉત્સાહ જોવા મળ્યોઃ અમારા સૌરાષ્ટ્રમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થઈ રહ્યું છે. જેના કારણે જાહેર જનતામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે અમે પણ તેમના આશીર્વાદ લેવા માંગીએ છીએ કારણ કે, મારી પાછળ પણ કેટલીક અસુરી તાકતો લાગેલી છે. જેના કારણે બાગેશ્વર બાબાજીના આશીર્વાદની મારે પણ જરૂર છે. જ્યારે રાજકોટમાં કાર્યક્રમનું આયોજન કરનાર તમામ લોકોનું પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમને પણ ખૂબ જ સરસ આયોજન કર્યું છે. હિન્દુત્વનું કાર્ય કરે ત્યારે મને એવું લાગે છે કે સનાતન સમાજને એક થઈને તેને સમર્થન કરવું જોઈએ. બાગેશ્વર ધામ સરકાર પણ હિન્દુત્વનો જ કામ કરી રહી છે.
વિરોધ કરવાનું કામ લોકોનુંઃ અમારું પણ કર્તવ્ય બને છે કે અમારે તેમને સપોર્ટ કરવો જોઈએ જેના કારણે જ અમે તમામ લોકો અહીંયા ભેગા થયા છીએ. જ્યારે કાજલ હિન્દુસ્તાનીએ વિરોધ મામલે જણાવ્યું હતું કે, એ લોકોનું કામ જ વિરોધ કરવાનું છે. જ્યારે અસરોનું જે કામ છે કે, ઋષિઓ દ્વારા કરવામાં આવેલું યજ્ઞ સફળ ન થાય ત્યારે તે લોકો તેનું કામ કરી રહ્યા છે. જ્યારે અમે અમારું કામ નિરંતર રીતે ચાલુ રાખીશું. જે લોકો વિરોધ કરે છે ત્યારે શું તેમની હિંમત છે કે, જે પાથરીઓ આવી રીતના મંડપ લગાવીને કેન્સરના દર્દીઓને સારું કરી દે. જ્યારે લંગડાઓને ચાલતા કરી દે. જ્યારે આંધળા ને દેખાતા કરી દે.
આક્ષેપ ન કરોઃ બાગેશ્વર ધામ સરકાર દ્વારા આ બધું સાબિત કરવામાં આવ્યું છે. ત્યારે તે લોકોએ વારંવાર આ વસ્તુ કરવાનું મૂકી દેવું જોઈએ. કારણ કે, વારંવાર હિન્દુઓ પર આક્ષેપ કરશો. હિન્દુઓના ધર્મગુરુઓને રીતે દેખાડવાની અને ખરાબ ચિત્રણ કરવાની જે ચેષ્ટા વારંવાર તમે કરો છો. જે હવે શક્ય નથી. કારણ કે હવે મારું સનાતન સમાજ જાગી ગયું છે.
- AP News : સંત રામપાલ કેસ હોય કે અવિનાશ રેડ્ડી કેસ, કાયદા અમલીકરણ એજન્સીઓ નિષ્ફળ કેમ ગઈ?
- Baba Bageshwar in Gujarat: બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું ગુજરાતમાં આગમન, રૂપાણીએ કહ્યું, 'અમે બાગેશ્વર બાબા સાથે છીએ'
- Baba Bageshwar in Gujarat: બાબા બાગેશ્વરની ગુજરાતમાં એન્ટ્રી, મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા