ETV Bharat / state

Baba Bageshwar in Gujarat: બાબા ગાદી પર બેસે અને ભક્તોએ ખુરશીમાં બેસવા 450 રૂપિયા દેવાના - Baba Bageshwar Rajkot

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બેસવાના દિવ્ય પૈસા પણ લેવામાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ રાજકોટમાં બાબાના દિવ્ય દરબારમાં બેસવાના ખુરશીના ભાવ 350 રૂપિયા હતા. તમારે જો બાબાના દરબારમાં બેસવું છે તો 350 રૂપિયા રેડી રાખવા પડશે.

Baba Bageshwar in Gujarat: રાજકોટમાં બાબાના દિવ્ય દરબારમાં બેસવાના ખુરશીના ભાવ 350 રૂપિયા !

author img

By

Published : Jun 2, 2023, 8:51 AM IST

Updated : Jun 2, 2023, 8:58 AM IST

રાજકોટ: રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાયો છે. ત્યારે દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. જ્યારે દિવ્ય દરબારમાં પ્રથમ દિવસે જ વિવાદ જોવા મળ્યો હતો. જેમાં દિવ્ય દરબારમાં ભાગ લેવા માટે આવેલા ભક્તો પાસે ખુરશીમાં બેસવા માટે પ્રસાદી રૂપે રૂપિયા 350 અને રૂપિયા 450 લેવામાં આવતા હોવાની વાત સામે આવી હતી. આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી.

રાજકોટમાં બાબાના દિવ્ય દરબારમાં બેસવાના ખુરશીના ભાવ 350 રૂપિયા !

સમગ્ર શહેરમાં ચર્ચાઃ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મીડિયા સાથેની વાતચીતમાં દિવ્ય દરબાર માટે કોઈ પણ પ્રકારનું VVIP કલ્ચર નથી તેવું નિવેદન આપ્યું હતું. પરંતુ દિવ્ય દરબારમાં પ્રથમ દિવસે જ આ પ્રકારની પૈસા ઉઘરાવવાની વાત સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો હતો. જોકે, એમના જ રાજકોટ ખાતેના દરબારમાં એક અનોખુ કલ્ચર જોવા મળ્યું છે. જેની ચર્ચા સમગ્ર રાજકોટમાં થઈ રહી છે. જોકે, આ અંગે કોઈ આયોજકો મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.

50 હજાર કરતાં વધુ લોકો: બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારના પ્રથમ દિવસે જ રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં અંદાજે 50 હજાર કરતાં વધુ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે આ વખતે અહીંયા અરજી માટે કોઈ શ્રીફળ રાખવાનું ના હતું. પરંતુ જેને બાબા બાગેશ્વર બોલાવે તેમની અરજી સ્વીકારવામાં આવતી હતી. ત્યારબાદ બાબા બાગેશ્વર તેમને પોતાના પાસે બોલાવીને તેમના જે પ્રશ્નો હતા તેનો ઉત્તર આપતા હતા. જ્યારે દિવ્ય દરબાર સાંજના આઠ વાગે શરૂ થયો હતો. પરંતુ અહીંયા દિવ્ય દરબારમાં ભક્તો વહેલી સવારથી જ આવીને ગોઠવાઈ ગયા હતા. પરંતુ દિવ્ય દરબારમાં પ્રસાદી રૂપે ખુરશી વેચવામાં આવતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા.

મોટા મોટા બેનર: રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના પ્રવેશ દ્વાર પર મોટા મોટા બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં જેમાં એક ખુરશી જોવા મળી રહી હતી. પ્રસાદીના 350 એમ ભાવ પણ લખ્યા હતા. જ્યારે બીજી તરફ એક ખુરશીના 450 રૂપિયા પ્રસાદીના ભાવ લખ્યા હતા. અહીંથી પસાર થતા ભક્તો આ ખુરશીઓ આપવામાં આવતી હતી.જ્યારે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ચકચારમાંથી જવા પામી છે. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના VVIP પાસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા હતા કે તેમના દિવ્ય દરબાર VVIP લોકો માટે નથી. પરંતુ બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.

  1. બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે, ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ
  2. Baba Bageshwar in Gujarat: ગુજરાતમાં પગ મુકતા જ બાબા બાગેશ્વર આવ્યા વિવાદમાં? 'પાગલો..તમે કેમ છો' કહી કર્યું સંબોધન
  3. Baba Bageshwar : હિંમતનગરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અચાનક મહેમાન, ખાનગી ફેક્ટરીનું કર્યું ઉદ્ઘાટન

Last Updated : Jun 2, 2023, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.