રાજકોટઃ જિલ્લાના ધોરાજીના ભાડેર ગામમાં એક પરિવાર દ્વારા ગામ પાસે આવેલા તળાવમાં સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોરબંદરના શબીર આમદ રાઠોડ તેના પરિવાર સાથે આત્મહત્યા કરવા માટે ભાડેર ગામ પાસે આવેલા તળાવમાં પડ્યા હતા. ત્યારે નજીકમાં ગાયો ચરાવતા લોકો જોઈ જતા તેઓએ ગ્રામજનોને જાણ કરી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા 5માંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે બાળકોના મૃત્યુ થયા હતા.
પોરબંદરના શબીર આમદ રાઠોડ, તેની પત્ની રૂખસાના શબીર રાઠોડ તેમનો પુત્ર એહમદ શબીર રાઠોડને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે શબીરની પુત્રી રેહાના અને પુત્ર મોહમ્મદનું મોત થયું હતું. જેથી તેમના મૃતદેહને પોસ્ટમેર્ટમ માટે ધોરાજીના મોટી મારડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
પાટણવાવના PSI વાય.બી. રાણાએ જણાવ્યું હતું કે, આ પરિવાર પોરબંદરથી આવ્યો હતો અને આર્થિક સંકડામણના કારણે સામૂહિક આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો.