ગોંડલઃ છેલ્લાં કેટલાક સમયથી ગામમાં આવારા શખ્સોની અવરજવર વધી હોઇ ગામની બહેન દીકરીઓની છેડતી કરી રહ્યાં હતાં. ગત રાત્રિના હદ વટાવી સગીરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બૂમાબૂમ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતાં અને અપહરણકારોની ચુંગલમાંથી સગીરાને બચાવી હતી. આ દરમિયાન આવારા શખ્સોએ સગીરાના મોઢાના ભાગે ઇજા કરી હોઇ સારવાર માટે તેને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ગ્રામજનોએ ગામના જ ત્રણ શખ્સો અને ગરનાળાના એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
અસામાજિક તત્વો દ્વારા કોલીથડ ગામે સગીરાના અપહરણનો પ્રયાસ, રોષિત ગ્રામજનોએ કર્યો ચક્કાજામ
ગોંડલના કોલીથડ ગામે આવારા તત્વો દ્વારા વારંવાર યુવતીઓની છેડતી કરવાના પ્રયાસો કરવામાં આવે છે. એવામાં શુક્રવારે રાત્રે એક સગીરાનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં ગ્રામજનો એકઠાં થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરાતાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી અન્ય ત્રણને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.