ETV Bharat / state

Rajkot news: સામાન્ય બાબતમાં બબાલ થતા ઉપલેટામાં ત્રણ યુવકો પર હુમલો

રાજકોટના ઉપલેટા શહેરમાં કટલરી બજારની અંદર સામાન્ય બાબતે થયેલી બાબતમાં મોટી બબાલ સર્જી ત્રણ યુવકો પર છરી જેવા હત્યા વડે હુમલો કરાતા ત્રણ યુવકોને ઇજા પહોંચી છે. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

attack-on-three-youths-in-upaleta-during-a-general-quarrel

author img

By

Published : Jan 26, 2023, 7:02 PM IST

સામાન્ય બાબતમાં બબાલ થતા ઉપલેટામાં ત્રણ યુવકો પર હુમલો

રાજકોટ: ઉપલેટા શહેરની કટલરી બજારમાં બાઈક ચાલાક અને રીક્ષા ચાલાક સામે સામે આવી જતા નજીવી બાબતે બબાલ થઈ તેવી ઘટના સામે આવી હતી. જે બાબતે નજીકમાં રહેલ અન્ય એક રીક્ષા ચાલકે ઉગ્ર બની બબાલ સર્જી હતી. જેમાં આ બબાલની અંદર ઝપાઝપી થતા ત્રણ યુવકો પર છરી જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

શું બની હતી ઘટના?: ઉપલેટામાં થયેલી બબાલમાં ઇજાગ્રસ્ત મોહિત રાજશીભાઈ સોલંકી નામના યુવકે ઉપલેટા પોલીસ મથકમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાની ખરીદી કરી અને ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કટલેરી બજારના ચોકમાં એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા આગળ પાછળ કરી રહ્યો હતો. જે દરમિયાન બંને આમને સામને આવી જતા ફરિયાદી સોરી કહી નીકળવા જતા નજીકમાં ઉભેલા એક રીક્ષા ચાલકે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાદ ઉગ્ર બોલાચાલી બાદ થોડા સમયમાં અન્ય વ્યક્તિઓ આવી ગયા હતા અને બબાલ વધુ ઉગ્ર બની હતી.

ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ: ઉપલેટા શહેરમાં થયેલી આ બબાલ બાદ ઇજાગ્રસ્ત અને ફરિયાદી મોહિત સોલંકીએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં હુસેન હબીબશા સરવદી, મોઈન બાપુ અને જકિર ધરાર નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે ઉપલેટા પોલીસે સમગ્ર બાબતે આઇ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો Bharuch News : છેતરપીંડી આચારનાર ગેંગના પાંચ સાગરીતો ઝડપાયા, જાણો સમગ્ર મામલો

લોકોમાં પણ ભયનો માહોલ: આ પ્રકારની બબાલો બાબતે છેલ્લા ઘણા સમયથી છરી વડે હુમલો કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લા વિસ્તારની અંદર છરી વડે હુમલો કરવાના અને કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને હત્યાઓ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે લોકોમાં પણ ભયનો માહોલ છે અને સાથે સાથે ભયભીત લોકો પોતાની વ્યથા ઠલવતા જણાવતા હતા કે પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ કરવામાં આવે તેમજ વાહન ચેકિંગ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર રીતે ઘાતક હથિયારો લઈને ફરતા વ્યક્તિઓ સામે પણ ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરી લોકોને ભય મુક્ત કરી સુરક્ષિત બનાવવા જોઈએ. આ પ્રકારની છરી વડે હુમલાની ઘટના ન બને તેવું કડક પગલું લેવું જોઈએ તેવું પણ લોકોએ જણાવ્યું છે.

ત્રણ યુવકો પર છરી જેવા હથિયાર વડે હુમલો
ત્રણ યુવકો પર છરી જેવા હથિયાર વડે હુમલો

આ પણ વાંચો Morbi Crime News : મોરબીમાં પૈસા બાબતે પતિએ છરીના ઘા મારી પત્નીની કરાઇ હત્યા

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી: આ સાથે લોકોએ પણ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે. જેમાં રીઢા ગુનેગારો, બુટલેગારો, આવારા તત્વો અને આતંક મચાવતા તેમજ જ્યાં ત્યાં બબાલ સર્જતાં લોકો બેફામ પોતાની મનમાની ચલાવે છે. આ વિસ્તારની અંદર અધિકારી કડક બને અથવા તો કોઈ દમદાર અને કડક અધિકારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અધિકારી લાવીને સ્થિતિ સુધારવા અને કાબૂમાં લેવા માટેની કામગીરી કરે તો આ પ્રકારની સ્થિતિ કાબુમાં આવી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.