ETV Bharat / state

Case of Fetal Test in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોની ધરપકડ

રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ (Case of Fetal Test in Rajkot) કરતા બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે પકડી પાડ્યા છે. આ બન્ને શખ્સો કોઈપણ પ્રકારની મેડીકલની ડીગ્રી (Dr. with a Medical Degree in Rajkot) ધરાવતા ન હોતા. રાજકોટના એક મકાનમાં વાયરલેસ સોનોગ્રાફી કરવાના મશીનથી એક મહિલાનું ગર્ભ પરીક્ષણ કરતા હતા. જે દરમિયાન યુનિવર્સિટી પોલીસે (Rajkot University Police) બન્નેને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસ બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

Case of Fetal Test in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોની ધરપકડ
Case of Fetal Test in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોની ધરપકડ
author img

By

Published : Jan 18, 2022, 1:13 PM IST

રાજકોટઃ રાજકોટ યુનિવર્સિટી પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ બન્ને શખ્સો કોઈપણ પ્રકારની ગાયનેકને લગતી કોઈ પણ જાતની મેડીકલની ડીગ્રી (Dr. with a Medical Degree in Rajkot) ધરાવતા ન હોતા, તેમજ ગાયનેકને લગતી કોઈ પણ પ્રકારની સારવાર આપી શકતા ન હોતા છતાં પણ રાજકોટના એક મકાનમાં વાયરલેસ સોનોગ્રાફી કરવાના મશીનથી એક મહિલાનું ગર્ભ પરીક્ષણ (Illegally Fetal Testing) કરતા હતા. જે દરમિયાન યુનિવર્સિટી પોલીસે (Rajkot University Police) બન્નેને ઝડપી પાડ્યા હતા. જ્યારે મેડીકલની કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર લોકોની સારવાર કરતા વધુ બે શખ્સો ઝડપતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

નેપાળથી મંગાવ્યું હતું સોનોગ્રાફી કરવાનું મશીન

રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોને (Two Arrested for Conducting Fetal Test) ઝડપી પાડ્યા છે. જેમાં મુકેશ ઘોઘા ટોળીયાએ BHMS ડૉક્ટર તરીકે અલગ અલગ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરી હતી. જ્યારે અવેશ રફીક પિંજરા નામનો શખ્સ ધોરજીની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો હતો. આ બન્ને શખ્સોએ નેપાળ ખાતેથી વાયરલેસ સોનોગ્રાફી મશીન મંગાવ્યું હતું. તેમજ જે પણ દર્દી ગર્ભ પરીક્ષણ (Case of Fetal Test in Rajkot) કરાવવા ઇચ્છતા હોય તેમના ઘરે જઈને આ બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા. હાલ પોલીસ બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

10થી 15 હજારમાં થયું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ

યુનિવર્સિટી પોલીસે ગર્ભ પરિક્ષણ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સો જે પણ દર્દી ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા હોય તેમના ઘરે જઈને ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા હતા. જ્યારે આ માટે 10થી 15 હજારમાં એક દર્દી પાસેથી લેતા હતા. યુનિવર્સિટી પોલીસે શખ્સો પાસેથી ચાર્જેબલ સોનોગ્રાફી કરવાના મશીન, કેબલ, મશીન ચાર્જર, સ્ટેથોસ્કોપ, જેલની બોટલો સહિતનો કુલ 2,90,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગર્ભ પરીક્ષણ મામલે પકડાયેલ અવેશ અગાઉ પણ રાજકોટ પોલીસ (Fetal Test Crime Case in Rajkot) ચોપડે ચડી ચુક્યો છે.

આ પણ વાંચોઃ Launching of natural farming logo: ગાંધીનગરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરતા અમિત શાહ

આ પણ વાંચોઃ PSI Exam Scam: LRD - PSIની ભરતી કરાવી આપવાનું કૌભાંડ, બંટી બબલીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.