રાજકોટઃ હાલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન છે. ત્યારે લોકડાઉનમાં પણ રાજકોટમાં એક ઇસમે ઓફીસ ખોલીને કામ કરતા આ વાતની જાણ પોલીસને થઈ હતી, ત્યારબાદ પોલીસે પણ ઓફીસ ખાતે જઈને 5 મહિલા અને 3 પુરુષોની ધરપકડ કરી હતી.
રાજકોટના 150ફૂટ રિંગરોડ પર આવેલા જાસલ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળેથી ગ્લોબલ સર્વિસ ગ્રૂપ નામની ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસમાં કોઈપણ જાતની પરવાનગી વગર કામ કરતા ત્રણ પુરુષ અને 5 મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસે ચિરાગ મહેશભાઈ મહેતા નામના મલિક સાથે ઉપેન્દ્ર નલિનભાઈ જોશી અને દિપક કિશોરભાઈ યાદવ નમના ત્રણ પુરુષ સાથે 5 મહિલા એમ કુલ 8 લોકોને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ કોરોના વાઇરસના કારણે લોકડાઉન છે છતાં કેટલાક ઈસમો પોતાનો અને અન્ય લોકોના જીવનને જોખમાય તેવા કામ કરી રહ્યા છે. જેને લઈને પોલીસ પણ એલર્ટ થઈ છે.