ETV Bharat / state

Rajkot Marketing Yard: વરસાદની આગાહીને પગલે યાર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય - Met department rain forecast

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડ દ્વારા ખેડૂતોને ટોકન આપી જણસીની આવક કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો. જાણો વિગતો.

Rajkot Marketing Yard: વરસાદની આગાહીને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

author img

By

Published : Mar 15, 2023, 7:46 PM IST

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીને પગલે આગામી 13 માર્ચ, 14 માર્ચ અને 15 માર્ચના રોજ માવઠાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બાબતે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો જ્યારે પોતાની જણસીઓ લાવતા હોય છે ત્યારે તેમની જણસીમાં વરસાદને લઈને નુકસાની થવાની સંભાવનાઓ અને બાબતો જોવા મળે છે. હાલ જણસીઓની આવક વધુ છે જેના કારણે યાર્ડ બંધ રાખી શકાઈ તેમજ નથી. આ બાબતને બાબતે ધ્યાનમાં રાખીને રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને ટોકન આપી માલની આવક શરૂ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Congress Claim: AMCના ફાયર વિભાગમાં 320 જેટલી જગ્યા ખાલી

ખેડૂતોને દૈનિક સો જેટલા ટોકન અપાશે: આ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડો. જયેશ બોઘરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, વર્તમાન સમયની અંદર ખેડૂતોની જણસીઓની આવક વધુ છે. જેમાં વધુ આવક હોવાથી યાર્ડમાં આવક બંધ કરી શકાય તેવી પરિસ્થિતિ નથી જેને લઈને ખેડૂતોને દૈનિક સો જેટલા ટોકન આપી માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ રખાશે તેવું જણાવવામાં આવ્યું છે.

ટોકન સિવાય પ્રવેશ નહિ: આ સાથે વધુમાં તેમને જણાવ્યું છે કે, વરસાદી વાતાવરણની આગાહીને પગલે માર્કેટીંગ યાર્ડના સર્વ સત્તાધિશોએ સાથે મળી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની અંદર ખેડૂતોને ટોકન આપીને ઘઉં, ચણા, ધાણાની આવક ટોકન મુજબ શરૂ રાખીને ખેડૂતોને બોલાવવામાં આવશે તેવું જણાવ્યું છે. આ સાથે જ તેમના દ્વારા ખેડૂતોને મેસેજથી જાણ કરવામાં આવી હતી કે ટોકન સિવાયના કોઈપણ ખેડૂતોએ પોતાનો માલ યાર્ડ ખાતે ન લાવવો તેવું જણાવ્યું છે.

આ પણ વાંચો: Fire in Banaskantha: ખાનગી હોસ્પિ.માં આગ લાગતા બાળકોને સરકારી હોસ્પિટલ ખસેડાયા, પણ ડોક્ટરે સારવાર જ ન કરી

માર્કેટિંગ યાર્ડ દ્વારા લેવાયો નિર્ણય: રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની અંદર ખેડૂતો દ્વારા અલગ-અલગ નોંધણીઓ કરાવવામાં આવી છે. આ નોંધણીમાં ઘઉંની અંદર 1955 નોંધણી, ચણાની 1745 નોંધણી અને ધાણા ની 1846 નોંધણી થઈ છે. ખેડૂતોની જણસીમાં કોઈ નુકસાન ન થાય તેમજ ખેડૂતોને વાતાવરણમાં આવેલા પલટાથી નુકસાની સહન કરવાનો વારો ન આવે તેમજ તેમનો તૈયાર મોલ બગડે નહીં તેવા હેતુસર માર્કેટિંગ યાર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને ટોકન મુજબ બોલાવી ખેડૂતોની વ્યવસ્થા સાચવવા માટેનો નિર્ણય કરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.