રાજકોટ : કોરોના વાઈરસની મહામારીને રોકવાનો એક માત્ર ઉપાય છે કે, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે વારંવાર સેનેટાઇઝથી હાથ સાફ કરવા આ સિવાય હાલ કોરોના વાઈરસની કોઈ પણ દવા પણ હજુ સુધી બની નથી. તેવામાં રાજ્યમાં ગઈકાલ આપવામાં આવેલ છૂટછાટના પગલે રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારની સાયકલ લઇને બે યુવતીઓ નીકળી હતી. અંદાજીત 10 ફૂટ જેટલી સાયકલમાં બે લોકો સહેલાઈથી બેસીને ચલાવી શકે એવી સાયકલ રાજકોટમાં લઈને યુવતીઓ નીકળતા આકર્ષકનું કેન્દ્ર બની હતી. તેમજ હાલ કોરોના વાઇરસની મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પણ ઉત્તમ ઉદાહરણ બની હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા મોટરસાયકલ અને મોપેડ જેવા વાહનોમાં એક જ વ્યક્તિ જે ચાલક છે, તેની જ મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને આ યુવતીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથેની સાયકલ સાથે નીકળતા રાહદારીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.