રાજકોટઃ રાજકોટના જીઆઇડીસી મેટોડા વિસ્તારમાં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. જેને લઈને તેમના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે કલેક્ટર કચેરીએ બે કર્મચારીઓએને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ કર્મચારીઓએ ઇન્ડસ્ટ્રીઝના એમડીના ઘર પાસે ધરણા કર્યા હતા. અહીં ફરીવાર ત્રણ કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને ધરણા પર બેઠેલા કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો Rajkot: રાજકોટમાં તંત્ર દ્વારા ડીમોલેશન કરી કરોડોની જમીન કરાવાઈ ખાલી
એમડીના ઘર પાસે બેઠા હતા ધરણા પર: અમુલ ઇન્ડસ્ટ્રીઝના એમડી નાનામૌવા વિસ્તારમાં આવેલા સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહે છે. ત્યારે અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટના ગેટ પાસે ધરણા કર્યા હતા. અહીં ત્રણ કર્મચારીઓએ દવા પીને આપાતનો પ્રયાસ કરતા યુદ્ધના ધોરણે સારવાર હેતું હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ સાથે જ ધરણા કરી રહેલા અન્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. તમામને માલવીયા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
કર્મચારીઓએ અસ્વીકાર કર્યો: સમગ્ર મામલે કંપનીના ડાયરેક્ટરે અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને તેમના તમામ પ્રશ્નો માર્ચ મહિનામાં સોલ્વ કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ કર્મચારીઓએ ડાયરેક્ટરની વાત સ્વીકારી નહોતી અને પોતાના ધરણા ચાલું રાખ્યા હતા. જેના કારણે રાજકોટ માલવીયા પોલીસે ઘટના સ્થળે આવીને અંદાજિત 50 જેટલા કર્મચારીઓની અટકાયત કરી છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીએ છીએ કે અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાનો પગાર મળ્યો નથી. તેમજ છેલ્લા 25 મહિનાનું પીએફ તેમના એકાઉન્ટમાં જમા થયું નથી. ત્યારે તેમને પગાર આપવામાં આવે અને તેમના પીએફમાં પૈસા જમા કરવામાં આવી તેવી તેમની ઉગ્ર માગણી છે.
આ પણ વાંચો Rajkot Pradyuman Park: સિંહણને ત્યાં પારણું બંધાયું, 'સ્વાતી' આપ્યો બેબી લાયનને જન્મ
આજે અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કર્મચારીઓ માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અમૂલ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટરના ફ્લેટ નીચે ધરણા કર્યા હતા. જેને લઇને પોલીસે મધ્યસ્થી કરીને કંપનીના ડાયરેક્ટર અને કર્મચારીઓના આગેવાનોની બેઠક કરાવી હતી. જેમાં કંપનીના ડાયરેક્ટરે માર્ચના પહેલા વીકમાં તમામ પ્રશ્નો સોલ્વ કરવી આપવાની બાંહેધરી આપી હતી છતાં પણ આ કર્મચારીઓ ધરણા ઉપર બેઠા હતા.--- એસીપી વીજી પટેલ, પોલીસ અધિકારી રાજકોટ