રાજકોટ: રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યના લેટર બૉમ્બ બાદ રાજકોટ પોલીસ(Rajkot City Police) તરત એક્શનમાં આવી હતી. જ્યારે આ મામલે રાજકોટ પોલીસ કમિશનર કે ધારાસભ્ય ગોવિંદ પટેલ રાજકોટમાં હાજર જોવા મળ્યા નહોતા પરંતુ આ અંગે રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર (Joint Commissioner of Police, Rajkot)દ્વારા તપાસ કરવાની મીડિયાને વાત કરી હતી.
સમગ્ર મામલે તપાસ કરવાં આવશે: જેસીપી
રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પોલીસ કમિશનર રૂપિયા 75 લાખ લેવાનો આક્ષેપ (MLA Govind Patel accused police commissioner )કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ કમિશનર પર આક્ષેપ કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે આ મામલે રાજકોટ જોઈન્ટ પોલીસ કમિશનર અહમદ ખુરશીદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. હજુ મીડિયાના માધ્યથી જ મારા ધ્યાન પર આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે તપાસ બાદ ખુલાસો થશે.
આ પણ વાંચોઃ રાજકોટમાં ISI સાથે સંકળાયેલા શખ્સ જોવા મળ્યો, હરિયાણાના ATSએ કરી હતી ધરપકડ
ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે એટલે તપાસ થશે
રાજકોટ જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા મીડિયા સાથેની વાતચીત વધુમાં જણાવાયું હતું કે ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે જેના કારણે હવે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. જો કે જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે કોઈ પણ વિગત હાલ તેની પાસે નહિ હોવાનું મીડિયાને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર અને જેમને આક્ષેપ કર્યો છે તે ધારાસભ્ય ગોવિંદ પટેલ આજે બન્ને રાજકોટમાં હાજર નહોતા. ત્યારે હવે આ મામલે ઘમાસાણ સર્જાયું છે.
આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ