રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ફરી વિવાદોમાં જોવા મળી રહી છે. જ્યાં વિદ્યાર્થીનીઓ પાસે પૈસા ઉઘરાવીને હોસ્ટેલમાં એડમિશન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ મામલે યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એબીપીની માંગ છે કે હોસ્ટેલના રેક્ટરનું જ્યાં સુધી રાજીનામું માંગવામાં નહીં આવે ત્યાં સુધી એબીવીપી દ્વારા આ મામલે અલગ અલગ વિરોધ યોજવામાં આવશે. ત્યારે આજે એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી ખાતે રામધૂન પણ બોલાવી હતી.

'સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આ ગર્લ્સ હોસ્ટેલના રેક્ટર રેખાબા જાડેજા છે. આ હોસ્ટેલમાં તેમની સાથે બીજા અન્ય બેથી ત્રણ રેક્ટર પણ આવેલા છે. આ તમામ લોકોને હાસ્યામાં મૂકીને રેખાબા જાડેજા દ્વારા ખોટી રીતે પોતાની મનમાની મુજબની હોસ્ટેલમાં એડમિશન પ્રક્રિયા ચલાવી રહ્યા છે. ગર્લ્સ હોસ્ટેલમાં એડમિશન માટે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે તે પ્રમાણે જે હકદાર બહેનો છે. તેમને એડમિશન આપતા નથી અને અન્ય બહેનોને આ હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવે છે.' - યુવરાજસિંહ જાડેજા, નેતા, ABVP, રાજકોટ
'ગર્લ્સ હોસ્ટેલના નિયમ મુજબ SC - ST વર્ગમાં આવતા બહેનોને ફી ભરવાની હોતી નથી. તેમ છતાં પણ વર્ષ 2015થી આજદિન સુધી પૈસા ઉઘરાવવામાં આવે છે. આ પ્રકારની ઘટના વારંવાર આવતા અમે ગર્લ્સ હોસ્ટેલના રેક્ટર રેખાબા જાડેજા વિરુદ્ધ અવારનવાર લેખિત ફરિયાદ યુનિવર્સિટી તંત્રને આપી છે. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અને જ્યાં સુધી રેખાબા જાડેજાનુ રાજીનામું માંગવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારના આંદોલનો શરૂ રાખવામાં આવશે.' - યુવરાજસિંહ જાડેજા, નેતા, ABVP, રાજકોટ