રાજકોટ: રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા એસટી બસના વર્કશોપમાંથી અંદાજિત 45 જેટલી બેટરીની ચોરી થઈ હતી. જે મામલે રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે માલવીયાનગર પોલીસે આ મામલે સીસીટીવીના આધારે એક આરોપીને પકડી પાડ્યો છે અને તેની પાસેથી બેટરી સહિતનો કુલ 1,84,185નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. એસટી બસ વર્કશોપના સ્ટોર ઇન્ચાર્જ દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
બસની બેટરીની કરી હતી ઉઠાંતરી: રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા એસટી બસના વર્કશોપમાં 5 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધીમાં એસટી બસની અંદાજિત 45 જેટલી બેટરીની અજાણ્યા ઈસમ દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હતી. જે મામલે એસટી બસ વર્કશોપના સ્ટોર ઇન્ચાર્જ દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. મોહિન રફિકભાઈ ફુફાર નામના આરોપીને પોલીસે ઝડપીને તેની પાસે રહેલી 45 જેટલી બેટરીઓને કબ્જે કરી છે. હાલ આ મામલે માલવીયાનગર પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર: બેટરી ચોરીના ગુનામાં કુલ ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં મોહીન નામનો આરોપી પકડાઈ ચૂક્યો છે. આ સાથે જ મનસુખ દીકુ હરિભાઈ પરમાર, કિશન બાવ અરજણભાઈ ડાભી અને સંજય ભુપત વાઘેલા નામના ત્રણ આરોપીઓ આ ગુનામાં ફરાર છે. જેમની માલવીયા નગર પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટમાં ઠંડી પડી રહી છે. એવામાં તસ્કરો પોતાની કળા દેખાડવામાં મસ્ત થયા છે.
રાજકોટમાં ગુનાખોરી વધી: રાજકોટમાં જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ગુન્હાખોરી આચરી રહ્યા છે. એવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પારેવડી ચોક નજીક આ ઘટના બની છે. જ્યાં એક વૃદ્ધાને વાતોમાં ફોસલાવીને બે ગઠિયાઓ તેમના દાગીના ઉતારી ગયાં હતાં. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ છે.