ચુડા તાલુકાના મોરવાડ ગામથી સાત મજુરો ટ્રેક્ટરમાં બેસીને ટીંબા જઈ રહ્યા હતા તે દરમિયાન લીમડી-રાજકોટ હાઇવે પર વસ્તડીના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ભાણવડ-ગાંધીનગર એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
![લીંબડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190505-wa00261557112759788-99_0605email_1557112770_928.jpg)
સદનસીબે આ અકસ્માતમાં ST બસના કંડક્ટર ડ્રાઈવર સહીત મુસાફરોને કોઈપણ પ્રકારની ઇજા પહોંચી ન હતી પરંતુ, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા સાત લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી આ તમામ લોકોને લીંબડી 108ની મદદથી સારવાર માટે લીંબડી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ગંભીર રીતે ઘાયલ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતા.