ETV Bharat / state

Rajkot News : MPમાં ભાજપ સરકાર બહેનોને સહાય આપે છે, ગુજરાતમાં કેમ નહીં, રેશમાં પટેલે લખ્યો CMને પત્ર - ભાજપ સરકાર સહાય

AAPના નેતાએ રાજકોટની મુલાકાતે બહેનોને રૂપિયા 1000ની સહાય કરવામાં આવે તેને લઈને માંગ કરી છે. મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા મહિલાઓને રૂપિયા 1000ની સહાય આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર મહિલાઓ સાથે ભેદભાવની નીતિ શા તેને લઈને રેશ્મા પટેલે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

Rajkot News : MPમાં ભાજપ સરકાર બહેનોને સહાય આપે છે, ગુજરાતમાં કેમ નહીં, રેશમાં પટેલ લખ્યો CM ને પત્ર

author img

By

Published : Jul 7, 2023, 3:47 PM IST

આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ આજે રાજકોટની મુલાકાતે

રાજકોટ : આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે રાજકોટની મુલાકાત દરમિયાન તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેમ મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે. મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા મહિલાઓને રૂપિયા 1000ની સહાય આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતની મહિલાઓને રૂપિયા 1000ની સહાય આપવામાં આવતી નથી. જેના કારણે ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર સમક્ષ આંદોલન કરીશું.

આજે મેં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગણી કરી છે કે, ગુજરાતની બહેનોને પણ રૂપિયા 1000ની સહાય કરવામાં આવે, જ્યારે મધ્યપ્રદેશમાં આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એવામાં મધ્યપ્રદેશમાં તમામ બહેનોને રૂપિયા 1-1 હજારની સહાય આપવામાં આવતી હોય તો ગુજરાતની બહેનો સાથે આવી ભેદભાવની નીતિ શા માટે કરવામાં આવી રહી છે. જેને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતની બહેનો માટે રૂપિયા 1000ની સહાયની માંગણી કરે છે. જેના માટે અમે પત્ર લખીને રજૂઆત પણ કરી છે. - રેશ્મા પટેલ (નેતા, આપ)

ગુજરાતની મહિલાઓ સાથે થઈ રહ્યો છે અન્યાય : રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આમ આદમી પાર્ટીની આ માંગણી પૂર્ણ નહીં કરે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા રોડ રસ્તા ઉપર આવીને મહિલાઓ માટે ઉગ્ર આંદોલન કરશે. જ્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે અહીંયા બહેનોને માન આપવાની વાત કરી હતી અને રૂપિયા 1-1 હજારની સહાય આપવાની વાત કરી હતી. ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રેવડી રેવડી કહીને ખૂબ જ મહિલાઓનું અપમાન કર્યું હતું. જેના કારણે આમ આદમી પાર્ટીની મહિલા મોરચાની ટીમ દ્વારા મહિલાઓના સન્માન માટેની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ જો સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં મામલે આંદોલન કરીશું અને સરકારની આંખો ખોલવાનું પ્રયાસો કરીશું.

  1. Junagadh News : આપ પ્રદેશ મહિલા અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ હેક, ગૃહપ્રધાનને પત્ર લખી કરાઈ રજૂઆત
  2. Surat News: સુરતનાં વિસ્તારોના નામ બદલી દેવા માટે ભાજપ કોર્પોરેટર મેદાને, લેખીતમાં કરી રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.