રાજકોટઃ ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે રહેતા યુવાને રાજકોટના વેપારી પાસેથી રૂપિયા 614000 હજારના કપાસીયા ખોળની ખરીદી કરી હતી. જેની પઠાણી ઉઘરાણીથી યુવાને ઝેરી ટીકડા ખાતા હતાં. જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના અંગેની તપાસ ગોંડલ તાલુકા પોલીસે હાથ ધરી હતી.
![ખાંડાધારના યુવાને કપાસીયા ખોળના વેપારીની પઠાણી ઉઘરાણીથી ઝેરી ટીકડા ખાધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:54:42:1595053482_gj-rjt-03-khandadhar-zeri-dava-police-photo-gj10022_18072020102805_1807f_1595048285_427.jpg)
ખાંડાધાર ગામે રહેતા મનસુખભાઇ રણછોડભાઈ આસોદરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે. તેમના પુત્ર પ્રકાશે થોડા દિવસો પહેલા રાજકોટના રેવાભાઈ ભરવાડ પાસેથી રૂપિયા 614000ના કપાસીયા ખોળની ખરીદી કરી હતી. જેની મુદ્દત પુરી થતા રેવાભાઈ ભરવાડ તેમજ બે અજાણ્યા શખ્સો પઠાણી ઉઘરાણી કરવા ઘરે આવ્યા હતાં.
પ્રકાશને ફોન પર ધાકધમકી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રકાશે ઝેરી ટીકડા ખાઇ લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના અંગે પોલીસે આઈપીસી કલમ 506 2 504 તેમજ 144 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જાંબુકિયાએ હાથ ધરી હતી.