- ગોંડલના બાર વર્ષના વિદ્યાર્થીએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું
- માત્ર એક મિનિટમાં 89 દાખલા ગણી રેકોર્ડ પોતાના નામે કર્યો
- કલાસીસ સહિત સમગ્ર શહેરએ ગર્વ અનુભવ્યો
રાજકોટઃ જિલ્લાના ગોંડલ પરફેક્ટ ક્લાસીસ રજનીશ રાજપરાને ત્યાં અભ્યાસ કરતા 12 વર્ષના સૌમ્ય મકવાણાએ માત્ર એક જ મિનિટમાં 89 ભાગાકાર ગણીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પોતાનું સ્થાન અંકિત કરીને અદભૂત નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.
છેલ્લા 6 મહીનાથી વર્લ્ડ રેકોર્ડની ઓનલાઇન તૈયારી કરતો
છેલ્લા છ મહિનાથી સૌમ્ય અને રજનીશભાઈ દ્વારા એક પરિશ્રમ યજ્ઞ ચાલુ કરાયો હતો. જેની ફલશ્રુતિ રૂપે તેમણે ગોંડલમાં સુપર 20 બાળકો તૈયાર કર્યા છે. આ દરેક બાળક પાસે કાંઈ ને કાંઈ વિશેષતા છે. આ સુપર 20માંથી માત્ર બાર વર્ષના સૌમ્ય મકવાણા ગણિતના અઘરા કહી શકાય એવા ભાગાકારને પોતાનું લક્ષ્યાંક બનાવ્યું છે. માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર રજનીશ રાજપરા દ્વારા એક જબરજસ્ત તૈયારી, રોજની ચાર થી પાંચ કલાકની સખત અને સતત મહેનત, રોજના 50 થી 60 પેપરની મહેનત અને એ પણ કંઈ બે-ચાર દિવસ નહીં છેલ્લા છ મહિનાથી સતત સૌમ્યને તાલીમ આપવામાં આવે છે.
![ગોંડલના બાર વર્ષના વિદ્યાર્થીએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-gondal-student-worldrecord-maths-rtu-gj10022_25122020191818_2512f_03010_358.jpg)
આ રેકોર્ડ માત્ર સૌમ્યનો કે પરફેક્ટ ક્લાસીસનો જ નહિં ગોંડલ સ્ટેટનો છે
રજનીશ રાજપરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ મેળવવા અમે અબેકક્ષ પદ્ધતિનો ઉપયોગ કરેલા બાળકોને ગણિતના સામાન્ય પાળા કે ટેબલ પણ યાદ રાખવામાં તકલીફ પડે છે કે ગણિત અઘરું લાગતું હોય તેને સરળ બનાવવું હોય કે, બાળકોનો પાયો મજબૂત બનાવવો હોય, તો આ અબેકક્ષ મેથડ બાળકોને ખૂબ ઉપયોગી થાય છે. જેના દ્વારા અમે છેલ્લા છ મહિનાથી સતત મહેનત કરી રહ્યા હતા. આ રેકોર્ડએ માત્ર સૌમ્યનો કે પરફેક્ટ ક્લાસીસનો જ નથી. આ રેકોર્ડ ગોંડલનો છે. 12 વર્ષની ઉંમરના સૌમ્યના અદભુત કાર્ય માટે શહેર હંમેશા ગર્વ અનુભવશે. ગયા વર્ષે 2019માં સાડા છ વર્ષની ધ્વની વેકરીયાએ કંબોડિયા ખાતે ચેમ્પિયન એવોર્ડ મેળવ્યો હતો.
![ગોંડલના બાર વર્ષના વિદ્યાર્થીએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-gondal-student-worldrecord-maths-rtu-gj10022_25122020191811_2512f_03010_937.jpg)
શહેર અને પ્રાંતના અનેક અગ્રણીઓનો સહયોગ
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અમદાવાદએ સૌમ્યને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી રેકોર્ડ માન્ય રાખેલા છે, પોરબંદર સાંસદ રમેશ ધડુકએ સૌમ્ય મકવાણાની અને રજનીશ રાજપરાની આ સિદ્ધિને બીરદાવી હતી. આ રેકોર્ડ કરવામાં ગોંડલ સ્ટેટ હવા મહેલના જ્યોતિર્મયસિંહજી, પ્રાંત અધિકારી રાજેશકુમાર, મામલતદાર કે.વી.નકુમ, નાયબ મામલતદાર એસ.આર મણવર, મનીષ જોષી તેમજ પ્રકૃતિપ્રેમી હિતેશ દવેની ઉપસ્થિતિમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ બાળકને તૈયાર કરવામાં તેમના શિક્ષક ઈશાની ભટ્ટ અને તેમના વાલી નિરવભાઈ અને ક્રિષ્નાબેનનો પણ સિંહફાળો છે.