રાજકોટમાં ખેડૂતો દ્વારા વીમા કંપનીઓને જગાડવા માટે ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા.
જિલ્લામાં ખેડૂતોને પાક વીમો, ચેક ડેમોનું રીનોવેશન અને યાર્ડમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી તેમના ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. આજે ઉપવાસ પર બેઠએલા કિશોર સગપરિયા અને કિશોર લકકડની હાલત લથડી હતી. જેથી 108ની ટીમ યાર્ડ ખાતે પહોંચી સારવાર કરી હતી.
ખેડૂત અને કોંગ્રેસ નેતા તેમજ ધારાસભ્ય લલિત વસોયા સહિતના નેતાઓ દ્વારા ઉપવાસી છાવણઈની મુલાકાત લેવામાં આવી હતી.