ETV Bharat / state

કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં પાણી અંગે સમિક્ષા બેઠક યોજાઇ - Gujarati News

રાજકોટ: ઉનાળા દરમિયાન રાજકોટ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સ્થાનિક પાણીના સ્ત્રોત પૂર્ણ થઇ ગયા છે અને તે ગામને પીવાનું પાણી ટેન્કર મારફત આપવામાં આવે છે. ત્યાં પશુ માટે પણ 20 લિટર વધુ પાણી આપવામાં આવશે. આ ઉપરાંત, પાણી પુરવઠાની લગતા કામો બનતી ત્વરાથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને પણ તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ
author img

By

Published : May 5, 2019, 8:07 AM IST

આ બેઠકની માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના 572 ગામો અને 15 શહેરો છે. તેમાંથી ગ્રામ્ય વિસ્તારની વસ્તી 11.53 લાખ અને શહેરોમાં 18.53 લાખ લોકો રહે છે. તે પૈકી 563 ગામો અને 12 શહેરો નર્મદા અથવા તો સ્થાનિક જળાશયો આધારિત જૂથ યોજના સાથે જોડાયેલા છે. આવી 20 જૂથ યોજનાઓ કાર્યરત છે અને તેમાંથી 448 ગામોને પ્રતિદિન 80.71 એમએલડી અને શહેરોને 259.42 એમએલડી પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે. વર્તમાન સમયે તમામ પ્રકારની યોજનાઓમાં નર્મદાનું 203.7 એમએલડી પાણી ઉપલબ્ધ છે. એ જ પ્રકારે પાણીના અન્ય સ્ત્રોતોમાં 276.02 એમએલડી જથ્થો છે.

Rajkot
કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં પાણી અંગેની સમિક્ષા બેઠક યોજાઇ
ઉનાળા દરમિયાન દર વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી પણ લોકોને મુશ્કેલીથી મળે છે. ત્યારે આ વર્ષે પણ રાજ્યમાં એ જ સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને રાજ્ય સરકારના મંત્રીઓ પોત પોતાના કાર્યક્ષેત્રમાં જઈને પાણી અંગેનો તાગ મેળવી રહ્યા છે. રાજકોટના પ્રભારી મંત્રી અને હાલના રાજ્યના કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી.
Rajkot
કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં પાણી અંગેની સમિક્ષા બેઠક યોજાઇ

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, શહેર મનપા કમિશનર સહિત ધારાસભ્યો અને સાંસદ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજકોટ જિલ્લામાં પાણી અંગેની સમિક્ષા કરવામાં આવી હતી. પાણી અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના 176 ગામોને આવરી લઇ રૂ. 1755 લાખનો અછત માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો. જે પૈકી 454 લાખનો ખર્ચ આ પ્લાન હેઠળ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત 103 ગામોમાં 155 બોર કરવામાં આવ્યા હતા અને તેમાંથી 104 બોરમાં પાણી મળ્યું છે. 82 બોરમાં મશીનરી ફિટ કરી દેવામાં આવી છે અને બાકીમાં મશીનરી ફિટ કરવાની કામગીરી તાકીદના ધોરણે ચાલી રહી છે.

રાજકોટમાં કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં પાણી અંગેની સમિક્ષા બેઠક યોજાઇ

રાજકોટ: ઉનાળા દરમિયાન રાજકોટ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સ્થાનિક પાણીના સ્ત્રોત પૂર્ણ થઇ ગયા છે અને તે ગામને પીવાનું પાણી ટેન્કર મારફત આપવામાં આવે છે, ત્યાં પશુ માટે પણ ૨૦ લિટર વધુ પાણી આપવામાં આવે. આ ઉપરાંત, પાણી પુરવઠાની લગતા કામો બનતી ત્વરાથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને પણ તાકીદ કરવામાં આવી છે.

આ બેઠકમાં એવી માહિતી રજૂ હતી કે, રાજકોટ જિલ્લાના ૫૭૨ ગામો અને ૧૫ શહેરો છે, તેમાંથી ગ્રામ્ય વિસ્તારની વસ્તી ૧૧.૫૩ લાખ અને શહેરોમાં ૧૮.૫૩ લાખ લોકો રહે છે. તે પૈકી ૫૬૩ ગામો અને ૧૨ શહેરો નર્મદા અથવા તો સ્થાનિક જળાશયો આધારિત જૂથ યોજના સાથે જોડાયેલા છે. આવી ૨૦ જૂથ યોજનાઓ કાર્યરત છે અને તેમાંથી ૪૪૮ ગામોને પ્રતિદિન ૮૦.૭૧ એમએલડી અને શહેરોને ૨૫૯.૪૨ એમએલડી પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે. વર્તમાન સમયે તમામ પ્રકારની યોજનાઓમાં નર્મદાનું ૨૦૩.૭ એમએલડી પાણી ઉપલબ્ધ છે. એ જ પ્રકારે પાણીના અન્ય સ્ત્રોતોમાં ૨૭૬.૦૨ એમએલડી જથ્થો છે.

ઉનાળા દરમિયાન દર વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી પણ લોકોને મુશ્કેલીથી મળે છે. ત્યારે આ વર્ષે પણ રાજ્યમાં એ જ સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને રાજ્ય સરકારના મંત્રીઓ પોત પોતાના કાર્યક્ષેત્રમાં જઈને પાણી અંગેનો તાગ મેળવી રહ્યા છે. રાજકોટના પ્રભારી મંત્રી અને હાલના રાજ્યના કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, શહેર મનપા કમિશનર સહિત ધારાસભ્યો અને સાંસદ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજકોટ જિલ્લામાં પાણી અંગેની સમિક્ષા કરવામાં આવી હતી. પાણી અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૭૬ ગામોને આવરી લઇ રૂ. ૧૭૫૫ લાખનો અછત માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો. જે પૈકી ૪૫૪ લાખનો ખર્ચ આ પ્લાન હેઠળ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત ૧૦૩ ગામોમાં ૧૫૫ બોર કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૧૦૪ બોરમાં પાણી મળ્યું છે. ૮૨ બોરમાં મશીનરી ફિટ કરી દેવામાં આવી છે અને બાકીમાં મશીનરી ફિટ કરવાની કામગીરી તાકીદના ધોરણે ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.