આ અંગે યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ રચાઈ હતી. જેમાં સિન્ડિકેટના સભ્યોનો સમાવેશ કરાયો હતો. આ કમિતિ દ્વાર આજે રિપોર્ટ રજૂ કરાયો છે. જેમાં પ્રોફેસર નિલેશ પંચાલને દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ફરજ પરથી બરતરફ પણ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે પ્રોફેસર નિલેશ પંચાલે એક વિદ્યાર્થીનીને અડપલા કરી તેની સાથે ગેરવર્તન કરીને બિભત્સ માંગણીઓ કરી હતી. આ પ્રકરણ સામે આવતા અન્ય એક વિદ્યાર્થીનીએ પણ નિલેશ પંચાલ ઉપર અડપલા કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ઘટનાના કારણે તે વિદ્યાર્થીનીએ પી.એચ.ડી.નો અભ્યાસક્રમ છોડી દીધો હતો. આ ઘટનામાં પ્રોફેસર દોષી ઠરતા શિક્ષણજગત ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે.