- મકાનમાં ફાયરના કર્મચારી પર દીપડાએ હુમલો કર્યો.
- 7 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડો બેભાન અવસ્થામાં પાંજરે પુરાયો
- પકડાયેલ દીપડાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે
ગોંડલના ભગવતપરાના મકાનમાં ઘુસેલો દીપડો 7 કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો
રાજકોટ: ફોરેસ્ટ વિભાગની ટીમ અને ફાયરના કર્મચારીઓએ મકાનમાં દીપડો છે કે નહીં તે તપાસવા જતા અચાનક જ દીપડાએ ફાયરના કર્મચારી પર હુમલો કર્યો હતો. જેથી તે ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. મકાનમાં ઘુસેલા દીપડાને પકડવા માટે રાજકોટ, ગોંડલ અને જૂનાગઢ ફોરેસ્ટ વિભાગ ટીમની મદદ લેવાઈ હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા મકાનમાં રહેલા દીપડાને પાંજરામાં પૂરવા ગનની મદદથી ઇન્જેક્શન આપીને દીપડાને બેભાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગોંડલના ભગવતપરાના મકાનમાં ઘુસેલો દીપડો 7 કલાકની જહેમત બાદ પાંજરે પુરાયો દીપડાના રેસ્ક્યુમાં ડ્રોનની પણ મદદ લેવાઈ દીપડો મકાનમાં ક્યાં છે તે જોવા માટે ડ્રોનની પણ મદદ લેવાઈ હતી, પણ દીપડો મકાનના રસોડામાં આરામ ફરમાવતો હતો એટલે ડ્રોન કેમેરામાં કેદ થયો ન હતો ત્યારબાદ મારણ પણ મુકવામાં આવ્યું હતું પણ દીપડાએ દેખા દીધી ન હતી. છેવટે મકાનમાં ઘુસેલા દીપડાના રેસ્ક્યુ માટે મકાનના દરવાજામાં હોલ કરીને ગનની મદદથી ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો અને દીપડો બાજુમાં આવેલી શાળા નંબર - 5ની સ્કૂલના કેમ્પસમાં આવેલી એક ઓરડીમાં પહોંચ્યો હતો જ્યાં ફોરેસ્ટ ટીમે તેને બેભાન અવસ્થામાં પાંજરે પુર્યો હતો. હાલ પકડાયેલા દીપડાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. દીપડો પાંજરે પુરાતા જ શહેરીજનોએ ફોરેસ્ટ અધિકારીઓને તાલીઓથી વધાવ્યા હતા.