- સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણી નજીક આવતા જ રાજકોટમાં પાટીદાર રાજકારણ ગરમાયુ
- ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને પાસ નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે બેઠક
- બેઠકમાં ત્રણ મુખ્ય મુદ્દા પર થઈ ચર્ચા
રાજકોટઃ સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકોટમાં પાટીદાર રાજકારણ ગરમાયુ છે. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને પાસ નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે રાજકોટમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં 3 મૂદા પર ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે પાસ આંદોલન વખતે જે કેસ કરવામાં આવ્યાં હતા તે પરત ખેંચવાનું સરકારે વચન આપ્યું હતું. પરંતુ હજુ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. તેમજ રોજગારી મુદ્દે વાત કરવામાં આવી હતી.
બેઠકમાં રોજગારી મુદ્દે થઈ ચર્ચા
બેઠકમાં ત્રણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. એક તો પાસ આંદોલન વખતે જે કેસ કરવામાં આવ્યાં હતા તે પરત ખેંચવાનું સરકારે વચન આપ્યું હતું. પરંતુ હજુ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ સાથે જ રોજગારીના સ્ત્રોતો ઉભા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજો મુદ્દો ખોડલધામ રોજગારીનું એક મંચ પૂરું પાડશે અને શિક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થા અને સમાજના વડીલો કેવી રીતે મદદરૂપ થશે એ ચર્ચા પણ કરવામાં આવી હતી. જ્યારે આ મિટિંગમા રાજકીય બાબતની કોઈ ચર્ચા કરવામાં આવી નથી તેવું અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું.
ગુજરાતના પોલીસ સ્ટેશન ભાજપ કમલમના કાર્યાલય છે- અલ્પેશ કથીરિયા
અલ્પેશ કાથીરિયાને તેમની ધડપકડ અંગે પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના પોલીસ સ્ટેશન ભાજપ કમલમના કાર્યાલય છે. ચૂંટણીના માહોલમાં પાસની ટિમ પ્રચાર માટે નીકળશે અને આ સ્થિતિ જોતા સરકારને નુકસાન થશે તેવું અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આ પ્રકારની મિટિંગો થતા સ્થાનિક રાજકરણ ગરમાયુ છે. અગાઉ ખોડલધામ ખાતે મિટિંગ અને હવે નરેશ પટેલની ઓફીસ ખાતે પાટીદારોની મિટિંગ થતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. કારણકે ચૂંટણી પહેલા શા માટે નરેશ પટેલ આ પ્રકારની મિટિંગોનું આયોજન કરે છે, શું પાટીદારોના પ્રભુત્વને લઈ? તેવી પણ ચર્ચા થઈ રહી છે.