રાજકોટઃ સમગ્ર દેશમાં હાલ કોરોના વાઈરસની મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળ આવતા જામનગર રોડ પરના ઘંટેશ્વર ગામ નજીક 25 વારીયા કવાર્ટરમાં એક ઈસમ દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને લઈને ગાંધીગ્રામ પોલીસ દ્વારા અસલમ કાસમભાઈ ખલીફા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.
પોલીસને તેની પાસેથી દેશી દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. જે કારણે પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. છતાં પણ ક્યાંક ખૂણે ખાચકે અસામાજિક તત્વો દ્વારા સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.