- રાજકોટના વડાળી ગામમાં સિંહે કર્યો શિકાર
- વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ
- વનવિભાગ દ્વારા પગેરું ગોતવાનું શરુ
રાજકોટઃ રાજકોટની ભાગોળે આવેલ વડાળી ગામમાં ગઈકાલે વહેલી સવારે ત્રણ સિંહો આવી ચડ્યા હતાં. જે દરમિયાન એક સિંહે વાડીમાં રાખવામાં આવેલી વાછરડીનું મારણ કર્યું હતું. જેને ગ્રામજનો નજરે જોયું હતું. જો કે વધારે અવાજ થતાં સિંહ મારણ કર્યા બાદ અહીંથી જતાં રહ્યાં હતાં. પરંતુ વાછરડાનું મારણ કરવામાં આવતા ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. જ્યારે હાલ વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
- સિંહોને તાત્કાલિક જંગલ તરફ ખસેડવાની માગ
રાજકોટના તાલુકાના ઉમેરાળી, હલેન્ડ, ડુંગરપુર, ખચરિયા, મકનપર, સરધાર, વડાળી સહિતના ગામોમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ત્રણ જેટલા સિંહો આંટાફેરા કરી રહ્યાં છે. ત્યારે અત્યાર સુધીમાં 40થી વધૂ પશુઓનું રાજકોટ જિલ્લામાં સિંહોએ મારણ કર્યું છે. જેને લઈને હવે રાજકોટ જિલ્લાના ગ્રામજનોમાં પણ સિંહને લઈને ફફડાટ ફેલાયો છે. હવે આ સિંહોને રાજકોટ તાલુકાના ગામોમાંથી અન્યત્ર ખસેડવાની માગ કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરની ભાગોળે સિંહના ધામા, ગ્રામજનોમાં ફફડાટ - સિંહ
રાજકોટ તાલુકાના ગામોમાં સિંહ છેલ્લા એક માસના વધારે સમયથી ત્રણ સિંહ આંટાફેરા કરી રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેરની ભાગોળે આવેલ વડાળી ગામમાં ગઈકાલે 4 વાગ્યાની આસપાસ સિંહ આવી ચડ્યાં હતા અને એક વાછરડાનું મારણ કર્યું હતુ. સિંહ દ્વારા વાછરડાનું મારણ કરવામાં આવતા ગ્રામજનોમાં પણ ખૂબ જ ફફડાટ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી સિંહો આંટાફેરા કરી રહ્યા છે. ત્યારે વનવિભાગ દ્વારા પણ સિંહો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ શહેરની ભાગોળે સિંહના ધામા, ગ્રામજનોમાં ફફડાટ